ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાની તાલુકાના ધ્વજ વંદન કાર્યક્રમ જગોલા મુકામે રાખવામાં આવ્યો હતોમામલતદાર એમ.એલ વાઘેલાએ ધ્વજને સલામી આપી હતી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સહિત તાલુકામાં ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં આનબાન અને શાંન થી15 મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી ફતેપુરા તાલુકાના જગોલા ગામે તાલુકા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી મામલતદાર એમ.એલ વાઘેલા ધ્વજને સલામી આપી હતી જગોલા સરપંચ ચુની બેન દલસીંગભાઇ વડખીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી વહીવટી તંત્ર સહિત તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો શાળાના બાળકો શિક્ષકો શિક્ષિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા ફતેપુરા શ્રી આઇ કે દેસાઈ હાઈસ્કૂલમાં મંડળના પ્રમુખ શરદભાઇ ઉપાદય તાલુકા પ્રાથમિક શાળા કપિલભાઈ નહાર ગ્રામ પંચાયત માં શૈલેષભાઈ પ્રજાપતિએ ધ્વજ વંદન કરી ધ્વજને સલામી આપી હતી આ પ્રસંગે ફતેપુરાના સરપંચ પ્રવીણભાઈ પંચાલ ડેપ્યુટી સરપંચ મનોજભાઈ કલાલ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ જાતીય ભેદભાવ અત્યાચાર નિવારણ સમિતિ સામુહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા ના સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા પત્રકાર શ્રીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

