Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ શહેરના મેડિકલ દવાના નાના મોટા વેપારીઓ દ્વારા એક દિવસીય હડતાલ કરવામાં આવી.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ શહેરના મેડિકલ દવાના નાના મોટા વેપારીઓ દ્વારા એક દિવસીય હડતાલ કરવામાં આવી.

ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર થતા દવાઓના વેચાણમાં ભારે ડિસ્કાઉન્ટ ના કારણે નાના વેપારીઓને થતું આર્થિક નુકસાન અને અસમાન સ્પર્ધા અને દવાઓના અયોગ્ય ઉપયોગથી આરોગ્ય ઉપર ગંભીર અસર થવાની આશંકા છે લઈ દાહોદ શહેરના મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલનું સમર્થન માં જોડાયા હતા.

દાહોદ શહેર તથા જિલ્લામાં મેડિકલ લાઇન સાથે જોડાયેલા વેપારીઓ અને દવા વિક્રેતાઓ દ્વારા હડતાળનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની વિવિધ માંગણીઓ અને સમસ્યાઓને લઈને મેડિકલ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
હડતાળના કારણે અનેક મેડિકલ સ્ટોર્સ બંધ જોવા મળ્યા હતા, જેના કારણે સામાન્ય લોકોને દવાઓ મેળવવામાં મુશ્કેલી પડી હતી. જોકે, ઇમરજન્સી અને જરૂરી દવાઓ માટે કેટલીક સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી.

Share

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણી: ૨૦ ઓકટોબર બાદ તારીખોની જાહેરાત થવાની શક્યતા – સૂત્રો

gujaratjanekta

ઝાલોદ નગરમાં વિપ્ર ફાઉન્ડેશનના ગઠન અંગે ગઢી ( પ્રતાપપૂર ,રાજ. ) કાર્યકારિણી બેઠકમા ચર્ચા કરાઇ

gujaratjanekta

સુરત : કડોદરા નગરપાલિકામાં ત્રણ કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial