Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા નમો કે નામ રક્તદાન અંતર્ગત 30 યુનિટ રક્ત એકત્ર કરાયું

પંકજ પંડિત

ભારતના વડાપ્રધાન તેમજ ભાજપના વરિષ્ઠ નેતા એવા નરેન્દ્ર મોદીના 75 મા વર્ષની ઉજવણીને સેવા પખવાડિયા તરીકે ઝાલોદ ભાજપા દ્વારા ઉજવવામાં આવી રહેલ છે. ભાજપાનો મૂળ ઉદ્દેશ એ છે કે સેવા પખવાડિયા અંતર્ગત યોજાતા કાર્યક્રમો માત્ર ઉજવણી પૂરતા ન રહે પરંતુ સમાજ માટે ઉપયોગી થાય તે માટે ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે દાહોદ ઝાયડસ બ્લડ સેંટરના સહયોગથી રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે નમો કે નામ રક્તદાન અંતર્ગત યોજાયેલ રક્તદાન શિબિરમાં ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયાના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા તેમજ ઝાલોદ શહેર ભાજપ પ્રમુખ મયુર પંચાલ ,ઝાલોદ ગ્રામ્ય પ્રમુખ સુરેશ ભાભોર તેમજ સેવા પખવાડિયાના ઇન્ચાર્જ ભરત શ્રીમાળીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આજના રક્તદાન શિબિરમાં ઝાલોદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા તેમજ ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર સહિત નગરપાલિકા ભાજપના દરેક કાઉન્સિલર તેમજ ઝાલોદ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા. આજના રક્તદાન કેમ્પમા રક્ત આપવા આવેલ રક્તદાતાના ચહેરા પર રક્ત આપવાનો અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.
નમો કે નામ રક્તદાનના શિર્ષક હેઠળ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પના સેવાયજ્ઞમા કુલ 30 યુનિટ રક્તદાન એકત્ર કરાયું હતું. જેમાં પાંચ રક્તદાતાઓએ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. આજના રક્તદાન મહાદાન પ્રસંગે મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું. આ બ્લડ યુનિટ લોકહિત માટે મહત્વ પૂર્ણ યોગદાન છે. રક્તદાન એ મહાદાન એ આજના જીવનમાં એક ઉત્તમ દાન છે જે કોઈનું જીવ બચાવવા માટે તે ઉપયોગી બને છે કોઇના જીવનમાં આપણે આપેલ રક્ત ઉપયોગી નીવડે તેવા ઉત્તમ વિચાર સાથે નમો કે નામ રક્તદાનના સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Share

Related posts

ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ તાલુકા સંકલન સમિતિની બેઠક: ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને 9 જેટલા લોક પ્રશ્નોના નિવારણ અંગે ચર્ચા કરાઈ

gujaratjanekta

કાલોલ તાલુકાની કે.કે વિદ્યામંદિર શાળામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial