સંકેત પંડ્યા – એડિટર
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ યોજના અંતર્ગત રાજયમાં ક્લસ્ટર બેઝ વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજયના તમામ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા બે પશુધન કે તેથી વધુ પશુધન ધરાવતા કુટુંબો ફ્લેક્ષી બાયોગેસ પ્લાન્ટનો લાભ લાભાર્થી મેળવી શકે તે માટે સરકાર દ્વારા ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટના કુલ ૪૨,૫૦૦/- માં રાજય સરકાર દ્વારા રુ.૩૭૫૦૦/-ની સબસીડી આપવામાં આવે છે. (જેમાં રુ.૩૭૫૦૦/- સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ‘તથી મનરેગા યોજનામાંથી ) અને રુ.૫૦૦૦/- લાભાર્થી લોકફાળો લેવામાં આવે છે. આ ફ્લેક્ષી બાયોગેસ થી લાભાર્થી વર્ષો સુધી નિ: શુલ્ક રાંધણગેસ મેળવી શકે છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ ગોધરા તાલુકાના અંબાલી ગામના ૩૦ લાભાથીઓએ આ યોજનાનો લાભ લીધેલ છે. જે પૈકી સૌપ્રથમ વ્યકિતગત ફ્લેક્ષી બાયોગેસ પ્લાન્ટ શ્રીમતિ અમૃતબેન નટવરસિંહ સિસોદીયા ને ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. આમ અન્ય લાભાર્થીઓને ત્યાં કામગીરી શરૂ કરી દેવામાં આવી પ્રગતિ છે. જેનાથી ગામમાં ગોબરધન યોજનાથી લાંબા સમય સુધી નિ:શુલ્ક કુદરતી રાંધણગેસનો લાભાર્થી લાભ મેળવી શકશે. આ કુદરતી ગેસ સંપૂર્ણ સુરક્ષીત અને સલામત છે તેમજ દર મહિને બે થી ત્રણ એલ.પી.જી. બોટલ જેટલો ગેસ ઉત્પાદન થાય છે. સાથોસાથ સ્લરી પણ ઉપજે છે. આ સ્લરીનો ખેતરમાં ઓર્ગેનીક ખાતર તરીકે પણ ઉપયોગ કરી ખુબ સારુ ઉત્પાદન મેળવી શકાય છે તેમજ જમીનની ફળદ્રુપતા પણ વધારી શકાય છે.
NDDB આણંદ ખાતેથી આવેલ ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટની ટીમ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પંચમહાલ જિલ્લાના માન.નિયામકશ્રી, ડીસ્ટ્રીકટ કો.ઓર્ડીનેટરશ્રી, જિલ્લા એન્જીનીયરશ્રી, એલ.ડબલ્યુ.એમ. કેન્સલ્ટન્ટશ્રી તેમજ તાલુકા કક્ષાની ટીમના માર્ગદર્શન હેઠળ ફલક્ષી બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે જે પંચમહાલ જીલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામના લોકોને ખુબ મદદરૂપ બની રહેશે તેમ જણાવાયું છે.

