Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભગવાન બિરસા મુંડાજી ની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી યુવાન યુવતી માટે ઉધોગ વિકાસ એક દિવસીય સેમિનાર યોજાયો.

દાહોદ તાલુકાના ખરેડીજી.આઈ.ડી.સી ખાતે આવેલ સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર પર ભગવાન બિરસા મુન્ડા જીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત આદિવાસી ઉમેદવારો માટેના એક દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સેમિનાર ડેપ્યુટી મેનેજર આશિષ શાહ રિજિયોનલ ઑફિસ વડોદરા ની અધ્યક્ષતા માં યોજાયો હતો.ભારતના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક ભગવાન બિરસા મુન્ડા જીની ૧૫૦મી જન્મજયંતિના અવસરે, આદિવાસી સમાજના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા અંગે જાગૃતિ ફેલાવવા માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન વડોદરા (CED) દ્વારા એક દિવસીય ઉદ્યોગ વિકાસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું.સેમિનાર ના મુખ્ય વક્તાઓ ડી.આઈ.સી , આર.એમ વિનોદ રાઠોડ, તેજસ બારિયા, ઇ.ડી.પી ઈન- ચાર્જ પી.એમ.ઇ.જી.પી. રતન સિંગ બામણિયા, એમ.એસ.એમ.ઈ ફેકલ્ટી મેમ્બર હીરાલાલ સોલંકી,ધર્મેશ સોની,નિશિથ રાઠોડ અને નયન ખપેડ હતા.જેમાં આદિવાસી યુવાનો – યુવતીઓને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા, ઉદ્યોગ શરૂ કરવા માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપી તેમજ વ્યવસાયના વિવિધ ક્ષેત્રોમાં તકો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તદ્ઉપરાંતસેમિનારમાં ઉદ્યોગ નિષ્ણાતો, તાલીમકારો તથા સફળ યુવાનો – યુવતીઓ ને ઉદ્યોગ સાહસિકો મહેબૂબ મલેક, પ્રજ્ઞા બેન ભટ્ટ, સીતાબેન માવી,બદુભાઈ પરમાર, શનુંભાઈ માવી,અને નરસિંહ ભાઈ ભાભોર અને રતનસિંહ પરમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.કાર્યક્રમ માં સો કરતા,વધુ ભાગ લેનારાઓને પ્રેરણાદાયી વક્તવ્યો, પ્રસ્તુતિઓ અને પ્રશ્નોત્તરી સત્રો દ્વારા ઉદ્યોગ ક્ષેત્ર ના નવા અવસરો થી પરિચિત કરાવવામાં
આવ્યા હતા.સેમિનાર ની સમગ્ર વ્યવસ્થા સી.ઈ.ડી ના ઓ.એસ મોહમદ અરબાઝ રંગરેજ તથા સી.ઈ.ડી કો- ઓર્ડીનેટર જીગ્નેશ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.
આ સેમિનાર દ્વારા આદિવાસી યુવાનો- યુવતીઓને સ્વરોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે નવી દિશા મળે તેવો મુખ્ય હેતુ હતો.

Share

Related posts

દીવ ખાતે ૬૨ મોં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી .

Admin

વડોદરા ક્રાઈમ બ્રાંચે મહાઠગ કલરવ પટેલને 15 વર્ષે ઝડપ્યો, કરોડોનું ફૂલેકું ફેરવી તાન્ઝાનિયા ભાગી ગયો હતો

Admin

ઝાલોદમાં ભાગવત ભક્તિ મહોત્સવની ભવ્ય તૈયારી પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ભાગવત કથા પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial