Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા સભાખંડમાં રાષ્ટ્રીય આપદા પ્રતિસાદ દળ (NDRF) ની ભૂમિકા અને જવાબદારીઓ અંગે માહિતી આપવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ નગરપાલિકા સભાખંડમાંમામલતદાર, ચીફ ઓફિસર, કાઉન્સિલરો, ફાયરબ્રિગેડ કર્મચારીઓ તેમજ સ્ટાફઞણ ઉપસ્થિત રહ્યોઆજરોજ 13-11-2025 ઝાલોદ નગરપાલિકા સભાખંડમાં વડોદરાની રાષ્ટ્ર આપદા પ્રતિસાદ દળ ( NDRF ) દ્વારા અચાનક આવી પડેલ આપદામા ઘરેલુ નુસખા દ્વારા પ્રાથમિક કઈ કઈ સારવાર આપવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. દેશમાં કટોકટીના સમયે કે અચાનક કોઈ કુદરતી આપદાઓમા કોઈપણ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકીએ અને કોઈપણ વ્યક્તિઓનો જીવ કેવી રીતે બચાવી શકીએ તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ભારત સરકાર દ્વારા રચાયેલ રાષ્ટ્રીય આપદા પ્રતિસાદ દળ (NDRF) દેશભરમાં આપદા અને કુદરતી આપત્તિની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. NDRFની સ્થાપના 2006માં આપદા વ્યવસ્થાપન અધિનિયમ-2005 અંતર્ગત કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ દરમિયાન લોકોના જીવ અને માલમત્તાનું રક્ષણ કરવો છે.
NDRFની મુખ્ય જવાબદારીઓ: (1)પૂર, ભૂકંપ, ચક્રવાત, ભૂસ્ખલન, આગ જેવી આપત્તિઓમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી કરવી ,(2) આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં બચાવ ટીમો, મેડિકલ સહાય અને આવશ્યક સામગ્રી પહોંચાડવી ,(3) સ્થાનિક પ્રશાસન અને રાજ્ય દળો સાથે મળીને તાલમેલ સાધવો ,(4) જાગૃતિ અભિયાન દ્વારા લોકોમાં આપત્તિ સમયે સુરક્ષા અને તૈયારીઓ અંગે માહિતી આપવી,(5) પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા પોલીસ, હોમગાર્ડ અને સ્વયંસેવકોને આપદા વ્યવસ્થાપન માટે તાલીમ આપવી.
હાલમાં NDRFના 06 બટાલિયન દેશના વિવિધ ભાગોમાં તહેનાત છે. દરેક બટાલિયનને વિવિધ પ્રકારની આપત્તિ માટે આધુનિક સાધનો અને તાલીમ આપવામાં આવી છે.NDRF એ તાજેતરમાં થયેલા અનેક આપત્તિ પ્રસંગો – જેમ કે ઓડિશા અને ગુજરાતના ચક્રવાતો, હિમાચલ પ્રદેશના ભૂસ્ખલન, તેમજ ઉત્તરાખંડની પૂરની સ્થિતિ –માં સફળ કામગીરી કરીને પોતાનો દમ બતાવ્યો છે.
લોક જાગૃતિ માટે યોજાયેલ આ કાર્યક્રમમાં મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા, નગરપાલિકા કાઉન્સિલરો, સ્ટાફગણ તેમજ અન્ય ઉપસ્થિત તમામ લોકોને GSDMA DPO શ્રી જયેશકુમાર ગાડીલુહાર , વડોદરા થી આવેલ NDRF 6 બટાલિયન ઇન્સ્પેક્ટર અજય પંથ અને તેમની ટીમ દ્વારા આપત્તિના સમયમાં કેવી રીતે બચાવ કામગીરી કરવી તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Share

Related posts

રાષ્ટ્રિય એકતા દિવસ : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ

gujaratjanekta

લીમડી લિટલ માસ્ટર ઇંગલિશ મીડીયમ સ્કૂલમા માર્શલ આર્ટ કરાટે પ્રથમ યેલ્લો બેલ્ટ પરીક્ષા સંપન્ન

gujaratjanekta

દેવુસિંહ ચૌહાણના બ્રાહ્મણ સમાજ પ્રત્યેના અપમાન જનક વક્તવ્યને સખ્ત શબ્દોમાં વખોડતા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial