Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ગોયલ પરિવાર દ્વારા એકાદશી ઉદ્યાપન અને તુલસી વિવાહનો ત્રિદિવસીય ધાર્મિક પ્રોગ્રામ યોજાયો

પંકજ પંડિત

ઝાલોદ ગોયલ પરિવારના સુભાષ અગ્રવાલ, ગોપાલ અગ્રવાલ તેમજ કિરીટ અગ્રવાલ નગરના દરેક ધાર્મિક કાર્યક્રમોમા આગળ રહી સેવાકીય કાર્યો કરતા રહે છે તેમજ સમયાંતરે તેઓના પરિવાર દ્વારા મોટા ધાર્મિક કાર્યક્રમ પણ કરવામાં આવતા હોય છે. અગાઉ ગોયલ પરિવાર દ્વારા માતાપિતાની સ્મૃતિમાં ભાગવતજી ની કથા કરવામાં આવી હતી.
હાલ ગોયલ પરિવાર દ્વારા એકાદશી ઉદ્યાપન અને તુલસી વિવાહનો ત્રિદિવસીય ધાર્મિક પ્રોગ્રામ પોતાના નિવાસસ્થાને પરિવારજનો તેમજ સામાજના લોકોને આમંત્રિત કરી યોજવામાં આવેલ આ પ્રોગ્રામમાં 31-10-2025 ના રોજ ગણેશ પૂજન 01-11-2025 ના રોજ એકાદશી ઉદ્યાપન અને તુલસી વિવાહનો ધાર્મિક પ્રોગ્રામ વિદ્વાન બ્રાહ્મણો સાથે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવેલ હતો. તારીખ 02-11-2025 ના રોજ મંડપ સ્થાપના તેમજ સાંજે 6 કલાકે વણકતળાઈ હનુમાનજી મંદિરે થી વાજતે ગાજતે શાલિગ્રામ જી ની બરાત લઈ નાચી ઝુમી પોતાના નિવાસસ્થાને લઈ ગયેલ હતા ત્યાં શાલિગ્રામ જી અને તુલસીજી વિવાહ યોજાયો હતો આ અવસરે પરિવાર તેમજ સમાજના લોકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા. આ તુલસી વિવાહ પછી 03-11-2025 ના રોજ શાલિગ્રામ ભાગવાન અને તુલસી જી ની બરાત પ્રસ્થાન થનાર છે. આ શુભ પ્રસંગને સમાજને સાથે રાખી પરિવારજનો,મિત્રો તેમજ સામાજિક લોકો માટે મહાપ્રસાદનુ આયોજન પણ કરવામાં આવેલ છે. આ ધાર્મિક વિધિ ખૂબ ભક્તિભાવ સાથે કરવામાં આવતા બ્રાહ્મણો દ્વારા ખુબ પ્રગતિ કરો તેવા આશીષ આપવામાં આવેલ હતા.

Share

Related posts

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની રૂપરેખાની સમીક્ષા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બ્રિફિંગ મિટિંગ યોજાઈ

gujaratjanekta

મહીસાગર જીલ્લાના ગામમાં લાખોનો ભ્રષ્ટાચાર આચરનાર કર્મચારીઓ અને સરપંચ ઉપર લટકતી તલવારથી રાતની ઉંઘ થઈ હરામ !! – જાણો વધુ

gujaratjanekta

બ્રિટનમાં વડાપ્રધાનની રેસમાં ભારતીય મુળના ઋષિ સુનક બીજા રાઉન્ડમાં આગળ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial