Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ વણકતળાઈ હનુમાનજી મંદિરે શ્યામ જન્મોત્સવ ( પાટોત્સવ ) ને લઈ શ્યામ ભક્તોમા જોવા મળતી આતુરતા

પંકજ પંડિત

ઝાલોદ ખાટુંશ્યામનું મંદિર કેલેન્ડર વર્ષ મુજબ 1720 મા ખાટું મા નિર્મિત થયું હતું તેને લઈ શ્યામ ભક્તો આ દિવસને ઉત્સવ તરીકે ઉજવે છેઝાલોદ નગરમાં દેવ ઉઠી અગિયારસના દિવસે વણકતળાઈ હનુમાનજી મંદિરે શ્યામ જન્મોત્સવ ( પાટોત્સવ) ની ઉજવણી પ્રતિવર્ષની જેમ ધામધૂમથી કરવામાં આવનાર છે. આજના સમયમાં શ્યામ બાબાને માનનારા ભક્તોની સંખ્યા વધતી જાય છે. ખાટુંશ્યામ મંદિરની જેમ વણકતળાઈ હનુમાનજી મંદિરે આવેલ શ્યામ બાબા મંદિરમાં શ્રદ્ધાળુઓ દરરોજ દર્શન પૂજા કરવા આવતા હોય છે અને આ મંદિરે આસ્થા અને શ્રદ્ધા રાખી માનતા પણ રાખતા હોય છે અને માનતા પૂર્ણ થયે મંદિરે બાબા શ્યામના દર્શન કરવા અચૂક આવતા હોય છે. ઝાલોદ નગરમાં આવેલ શ્યામ બાબા નું મંદિર ખૂબ ટૂંકા ગાળામાં ભક્તોના આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે અને આ મંદિરમાં સાચા મનથી કોઈપણ અરજી બાબા સમક્ષ મૂકવામાં આવતા બાબા શ્યામ તેની અરજી સાંભળે છે તેમજ શ્યામ ભક્તોના દરેક કામો બાબા શ્યામ કરે જ છે તેવો દાવો શ્યામ ભક્તો કરે છે. ઝાલોદ નગરમાં આવેલ શ્યામ બાબાનું મંદિર રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદે આવેલ છે જેથી ઝાલોદ નગરમાં શ્યામ બાબાના દર્શન કરવા મોટા પ્રમાણમાં શ્યામ ભક્તો આવતા હોય છે. ખાટુંમા શ્યામ બાબા નું મંદિર કેલેન્ડર વર્ષ મુજબ 1720 મા દેવ ઉઠી અગિયારસના રોજ બનેલ હતું.જેને લઈ શ્યામ ભક્તો આ મંદિરના પાટોત્સવને શ્યામ બાબાના જન્મોત્સવની રીતે ઉજવે છે.બાબા શ્યામમા આસ્થા અને શ્રદ્ધા રાખનાર ભક્તો શ્યામ મંદિરના પાટોત્સવને શ્યામ બાબાના જન્મોત્સવ તરીકે ઉજવતા હોય છે
શ્યામ પરિવાર ઝાલોદ દ્વારા વણકતળાઈ હનુમાનજી મંદિરે શ્યામ જન્મોત્સવ ( પાટોત્સવ) ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરતું હોય છે. આ વર્ષે 01-11-2025 શનિવારના દિવસે બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે કલકત્તા થી શ્યામ ભજનનું અમૃત રસનુ રસપાન રાત્રીના 8 વાગે કરાવનાર છે. સાથેસાથે ભવ્ય દરબાર, અલૌકિક શણગાર, અખંડ જ્યોત દર્શન, ફટાકડાની ભવ્ય આતશબાજી, ભજન સંધ્યા દરમ્યાન પુષ્પ વર્ષા જેવા પ્રોગ્રામ પણ શ્યામ પરિવાર ઝાલોદ દ્વારા રાખવામાં આવેલ છે. બાબા શ્યામના ભવ્ય દરબારના દર્શન સાથે ભાવ ભજનનું રસપાન કરવા માટે શ્યામ પરિવાર દ્વારા તમામ શ્યામ ભક્તોને આ ભક્તિમય માહોલમાં જોડાવવા આમંત્રણ આપવામાં આવેલ છે.

Share

Related posts

DRDA ના કરાર આધારિત કર્મચારીઓની પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજુઆત : માંગ નહી સ્વીકારાય તો ઉગ્ર વિરોધ !! – જાણો વધુ

gujaratjanekta

ચૂંટણી પંચે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો કેમ જાહેર ન કરી?

gujaratjanekta

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા દ્વારા ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્ય વિશે વ્યાખ્યાન યોજાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial