Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ વણકતળાઈ હનુમાનજી મંદિરે જલારામ બાપાની 226 માં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ 226 દીવડા ની મહાઆરતી, ભજન કિર્તન તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામનુ આયોજન કરાયું

પંકજ પંડિત

ઝાલોદ વણકતળાઈ હનુમાનજી મંદિરે ભક્ત શ્રી જલારામ બાપાનો 226 મોં જન્મોત્સવ આજરોજ 29-10-2025 બુધવારના રોજ વણકતળાઈ હનુમાનજી મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ વહેલી સવાર થી જ જલારામ બાપાને પોતાના ગુરુ તેમજ આરાધ્ય દેવ માનતા ભાવિક ભક્તો બાપાના દર્શન કરવા વણકતળાઈ હનુમાનજી મંદિરે મોટા પ્રમાણમાં ઉમટી પડેલ હતા. બાપાના દર્શન કરી બાપાના ભક્તો દ્વારા વિરપુરમા ચઢતો પ્રસાદ ગાંઠીયા અને બુંદી બાપાના ચરણોમાં ધરાવવામાં આવેલ હતો. બાપા માં આસ્થા રાખતા ભાવિક ભક્તો એ શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક જલારામ બાપાના ચરણોમાં વંદન કરી આશીષ મેળવી સહુ લોકોનું મંગલ થાઓ તેવી પ્રાર્થના બાપા પાસે કરી હતી. જલારામ બાપા ગુજરાતના પ્રસિદ્ધ હિન્દુ સંત તરીકે આખા વિશ્વમાં વિખ્યાત છે.
ઝાલોદ વણકતળાઈ મંદિર સમિતિ પ્રતિવર્ષ જલારામ બાપાના જન્મોત્સવ પ્રસંગે લોક સહયોગ થી ભવ્ય મહાપ્રસાદનુ આયોજન કરતું આવે છે. પ્રતિ વર્ષ જલારામ બાપાના ભક્તોનો ઘસારો મંદિરમાં વધતો જોવા મળે છે. જલારામ બાપાના જન્મોત્સવ પ્રસંગે મંદિર સમિતિ દ્વારા ભવ્ય ભજન સંધ્યા, 226 દીવડાની મહાઆરતી તેમજ મહાપ્રસાદીનુ આયોજન કરવામાં આવેલ હતું. આજે જલારામ બાપાના જન્મોત્સવ પ્રસંગે વણકતળાઈ હનુમાનજી મંદિરે 5000 થી વધારે ભક્તો દર્શન કરવા આવેલ હતા જે પૈકી 2500 ઉપરાંત ભક્તો એ બાપાના મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિર સમિતિ દ્વારા આવેલ દરેક ભક્તો માટે બુંદી ગાંઠીયા પ્રસાદમા આપતા હતા. વણકતળાઈ મંદિર જલારામ બાપાના જય જય કાર સાથે ગુંજી ઉઠેલ જોવા મળતું હતું.

Share

Related posts

ઝાલોદ નગરના દરેક મંદિરો નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠયા

gujaratjanekta

શિક્ષક દિન નિમિત્તે અમન ડે સ્કુલ ગોધરા ખાતે શિક્ષકોનું બહુમાન કરવામા આવ્યુ

gujaratjanekta

ફતેપુરા માં તાલુકા પંચાયત કચેરી ખાતે “લખપતિ દીદી” કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial