Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા એલ.સી.બી પોલીસે ઝાલોદ ખાતે થી જ્યુપિટર ગાડી સાથે 50,160 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો જ્યુપિટર પર સવાર બે વ્યક્તિ ફરાર

પંકજ પંડિત

દાહોદ જિલ્લા એલ.સી.બી પોલીસ ઝાલોદ ખાતે રાત્રી દરમ્યાન પેટ્રોલીંગમા હતી ત્યારે તેઓને બાતમી મળેલ હતી કે ઠુઠી કંકાસીયા ખાતે રહેતો રાજેશ ભીમા ગરાસીયા સાથે બીજો એક વ્યક્તિ રાજસ્થાન થી ટીવીએસ જ્યુપિટર GJ-20-BH-9503 પર વિદેશી દારૂ લઈ ને આવી રહેલ છે તેના આધારે એલ.સી.બી પોલીસ દ્વારા કડક બંદોબસ્ત મુકી આવતા જતા વાહનો રોકી ચેક કરી રહેલ હતા તેવામાં બાતમી વાળી જ્યુપિટર ગાડી આવતા પોલીસ દ્વારા રોકવાનો ઈસારો કરવામાં આવ્યો હતો. પોલીસને જોઈ દૂર જ્યુપિટર ગાડી મુકી બંને વ્યક્તિઓ અંધારાનો લાભ લઈ નાસી છુટયા હતા. પોલીસ દ્વારા એક વ્યક્તિને ઓળખી લેવામાં આવેલ હતો જેનું નામ રાજેશ ગરાસિયા હતું ત્યારબાદ પોલીસ દ્વારા જ્યુપિટર ગાડીની તપાસ કરતા વિદેશી દારૂ બિયરની 11 પેટી હતી જેમાં કુલ 264 નંગ વિદેશી દારૂ બિયર હતો જેની અંદાજિત કિંમત 50,160 રૂપિયા તેમજ જ્યુપિટર ગાડી 50,000 મળી કુલ 1,00,160 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરેલ હતો. દાહોદ જિલ્લા એલ.સી.બી દ્વારા બે ફરાર ઈસમો વિરુદ્ધ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

Share

Related posts

દાહોદના શ્રીમતિ રેખાબેન પારગીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેથી પી.એચ.ડી. (Ph.D.)ની પદવી મેળવી

gujaratjanekta

વાઘોડીયા તાલુકામાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ પંચાલ સમાજની મહિલા મંડળ દ્વારા ફાગ ઉત્સવ નિમિત્તે પ્રી.હોળી રમવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial