Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસની બાજ નજર હેઠળ આઈસર ગાડીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ લઈ જતા વ્યક્તિને પોલિસે ઝડપી પાડયો

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાની ધાવડીયા ચેક પોસ્ટ પર થી 9,28,620 રૂપિયાના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઈદાહોદ જિલ્લા અધિક્ષક રવિરાજ જાડેજા દ્વારા આવનાર તહેવારોને લઈ દારૂ વેચતા ઇસમો કે હેરાફેરી કરતા વ્યક્તિઓ તેમજ ગેરકાયદેસર રીતે અસામાજિક પ્રવૃતિ કરતા લોકોને ઝડપી પાડવા સૂચન કરેલ હતું તે અન્વયે ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ રવિ ગામીત દ્વારા ચુસ્ત પોલિસ બંદોબસ્ત મુકેલ હતો. પી.એસ.આઇ સી.કે.સીસોદીયા તેઓના પોલીસ સ્ટાફ સાથે ધાવડીયા ચેક પોસ્ટ પર શંકાસ્પદ લાગતા વાહનોનુ ચેકિંગ કરી રહેલ હતા ત્યારે તેઓને રાજસ્થાનના મોનાડુંગર તરફથી શંકાસ્પદ વાહન આઈસર આવતા GJ-02-ZZ-4903 તેને રોકી હતી.ઝાલોદ પોલિસ દ્વારા આઈસર વાહન ચાલક અને તેના ક્લિનરને પુછતાછ કરતાં તેઓ દ્વારા બરાબર જવાબ આપવામાં આવેલ ન હતો. આઈસર વાહન ચાલક અને તેના ક્લિનરને વધુ પૂછપરછ માટે ગાડી માંથી ઉતારતા બંને વ્યક્તિઓ ખેતરોમા નાસી જવાની કોશિશ કરતાં પોલિસ દ્વારા પીછો કરી આઈસર વાહન ચાલકને પકડી લીધેલ હતો. આઈસર વાહન ચાલક સેમનલાલ કાલીયા ગરાસીયા ( રહે.રોહનીયા, તા.સજ્જનગઢ, રાજસ્થાન)ને વધુ પૂછતાં તેણે ગાડીમાં ચોર ખાનું બનાવેલ છે અને તેમાં વિદેશી દારૂ હોવાનું કબૂલ કરેલ હતું.વાહનના ચોર ખાનાને કટર મશીન લાવી ચોર ખાનું કાપી તેના માંથી વિદેશી દારૂની 4230 બોટલ જેની અંદાજિત કિંમત 9,28,620 , 5000 નો મોબાઇલ તેમજ 20,00,000 ની આઇસર મળી કુલ 29,33,620 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરેલ છે તેમજ ક્લિનર કમલ ગોરચંદ બબેરીયા ( વડબારા, ગામ: ખાનગેલા, જિલ્લો : દાહોદ) તેમજ અજાણ્યો વ્યક્તિ જે અમદાવાદ ખાતે વિદેશી દારૂ મંગાવી રહેલ છે એમ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

Share

Related posts

ફતેપુરા તાલુકામાં આઠ દિવસ સુધી કતલખાના બંધ રાખવા માટે જૈન સમાજ દ્વારા પી એસ આઈ ને રજુઆત

gujaratjanekta

આજ રોજ દાહોદ શહેરના સિટી વિસ્તારના ગોધરા રોડ ખાતે સંકલ્પ યાત્રાનો શુભઆરંભ કરવામાં આવ્યો

gujaratjanekta

MGVCL ની ઘોર બેદરકારી : ભરચક વિસ્તારમાં કરંટ લાગવાથી પશુનું મોત- જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial