ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા, ઓલ ઇન્ડિયા, દિલ્હી તરફથી “ટીમ ગુજરાત” એ “ટ્રોફી, સન્માન પત્ર થી સન્માનિત કર્યા .ઉગતા સૂર્યનો પ્રદેશ એટલે કે દાહોદ જિલ્લા પંચાયત સંચાલિત નિસરતા ગામડી પ્રાથમિક શાળાના શિક્ષક કુગોવિંદકુમાર એમ. પ્રજાપતિને ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા, ઓલ ઇન્ડિયા, દિલ્હી તરફથી ભુજ મુકામે રાજ્ય કક્ષાનો “ગુરુજી- શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક”થી સન્માનિત કરાયા હતા.આ કાર્યક્રમ 21/9 ને રવિવારના રોજ હોટલ રિજન્ટા, ભુજ યોજાયો હતો. શાળાના બાળકોને શિક્ષણની સાથે સહ- અભ્યાસિક પ્રવૃત્તિઓ ના સંગાથે છેલ્લા 12 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને દાહોદ જિલ્લામાંથી એક માત્ર પસંદ કરાયેલા ગોવિંદકુમાર એમ. પ્રજાપતિને “ગુરુજી -શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક” રાજ્ય કક્ષાનો એવોર્ડથી સન્માનિત થતાં શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી.

