Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાવડીયા ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ

ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધાવડીયા “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં કુલ ૧૨૯ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.આ શિબિર દરમિયાન ગાયનેકોલોજિસ્ટ ડૉ. સોનલ દેસાઈની ઉપસ્થિતિમાં ૫૮ સગર્ભા માતાઓની ANC તપાસ કરવામાં આવી હતી. સાથે ટીબી સ્ક્રીનિંગ ,Ncd, મેલેરિયા, લેપ્રિસી,અને તેમને જરૂરી સારવાર માટે રીફર કરવામાં આવ્યાં છે. કેમ્પમાં કિશોરીઓ માટે એડોલેશન હેલ્થ ચેકઅપ યોજાઈ અને મહિલાઓ માટે બ્રેસ્ટ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી, જેના દ્વારા આરોગ્ય જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.કેમ્પ દરમિયાન મહિલાઓમાં પોષણ, સાફસફાઈ, માતૃત્વ આરોગ્ય અને સમયસર ચકાસણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમગ્ર મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને ગ્રામજનોનો સહકાર રહ્યો હતો.

Share

Related posts

ગાંધીનગર : સરગાસણમાં THE HYPE CAFE નામના હુક્કાબાર ઉપર SOGની રેડ, સંચાલક સહિત પાંચ સામે ગુનો દાખલ

gujaratjanekta

ડીસાના યુવા ધારાસભ્યની નોટ બુકથી શુભેચ્છા ઓની અપીલને ચોમેર આવકાર

Admin

દાહોદ જિલ્લાના રહેવાસીઓને તથા લાગતા વળગતાં તમામ લોકોને જાણ કરવામાં આવે છેતા. 14/03/ 2026 ને શનિવારના રોજ ભવ્ય નેશનલ લોક અદાલતનું આયોજન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial