Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ નગરપાલિકા વિસ્તારના દાઢીયા ખાતે સ્મશાન બનાવવા સ્થાનિકોની માંગ હાલ દાઢીયા ખાતે જે સ્મશાન છે તેની હાલત દયનીય

પંકજ પંડિત

ઝાલોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1 મા આવેલ દાઢીયા મુકામે રહેતા સ્થાનિકો દ્વારા સ્મશાન બનાવવા માટે લોકમાંગ ઉભી થયેલ છે. હાલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ દાઢીયા મુકામે ત્યાં રહેતા સ્થાનિકોના કહેવા મુજબ અહીંયા વર્ષો થઈ ગયા પણ સ્મશાન છે જ નહીં અને જે સ્મશાન છે તેની હાલત જોતા લાગે છે કે આઝાદીના 77 વર્ષ ઉપરાંત થઈ ગયા છતાંય આ વિસ્તારની પ્રથમ સુવિધા એવું સ્મશાન તેની હાલત ગુલામી કાળની યાદ અપાવે છે. સરકાર દ્વારા નગરપાલિકા વિસ્તારોના સ્થાનિક વિકાસ અને પ્રાથમિક તેમજ પાયાની સુવિધાઓ માટે કરોડો ખર્ચવામા આવે છે પરંતુ અહીં રહેતા સ્થાનિકોનું કહેવું છે કે કેટલીય વાર સ્મશાન બનાવવા માટે માંગ કરવામાં આવેલ છે પરંતુ આજ સુધી કોઈ પાલિકા તંત્ર દ્વારા અહીંયા રહેતા સ્થાનિકોની પાયાની સુવિધાને અવગણતા આવેલ છે.
ઝાલોદ નગરપાલિકા વિસ્તારના દાઢીયા મુકામે આજરોજ એક સ્થાનિક વ્યક્તિનું અવસાન થતાં ત્યાં થી પસાર થતા જોવા મળ્યું કે સ્કૂલની સામે સ્મશાન તરફ જતો રસ્તો કાચો છે તેમજ ઉબડ ખાબડ રસ્તો છે સ્મશાન જવા માટે આ એક માત્ર રસ્તો છે વરસાદમાં સ્થાનિક કોઈ વ્યક્તિનુ અવસાન થાય તો ભારે દુવિધાનો સામનો કરવો પડતો હોય છે. આ કાચા રસ્તા પછી સ્મશાન જતા એક પગદંડી આવેલ છે જે સ્મશાન જવા માટેનો એક માત્ર રસ્તો છે તેવું સ્થાનિકોનુ કહેવુ છે. આ પગદંડી પર એક વ્યક્તિને ચાલવામાં તકલીફ પડતી હોય તો કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે આ રસ્તા પર થી કેવી રીતે નીકળવુ એવો પ્રશ્ન સ્થાનિકોને સતાવી રહ્યો છે. પગદંડીની બંને બાજુ વરસાદના સિઝનમાં જંગલી ઘાસ ઉગી ગયેલ જોવા મળેલ છે તેમજ પાણીની નહેર વચ્ચે થી ચાલતા લોકોને પસાર થવું પડે છે. સ્મશાન જોતા એવું લાગે છે કે અહીંયા સ્મશાન ફક્ત નામનું છે. સ્મશાનમાં કોઈ મૃતક વ્યક્તિની નનામીને ફેરી આપવામાં પણ તકલીફ પડે છે. સ્થાનિકોના કહેવા મુજબ નગરપાલિકા દ્વારા સ્મશાનના નામ પર એક રૂપિયો અહીંયા ખર્ચ કરેલ નથી. સ્થાનિકો નિયમિત વેરા ભરે છે છતાંય કેમ આવી પ્રાથમિક સુવિધા આપવામાં આવી રહેલ નથી. નગરપાલિકા સંચાલકો આ સ્થાનિક પ્રશ્નને ગંભીરતાથી લે અને સ્થાનિકોના આ સમસ્યાનુ કાયમી નિરાકરણ લાવે તેવું સ્થાનિકોનુ કહેવુ છે. સ્થાનિકોના આ જટિલ પ્રશ્ન જે પ્રાથમિક સુવિધા ઓમા ગણાય છે તેનું નિરાકરણ લાવવા વર્ષો થી પ્રયત્ન કરી રહેલ છે પરંતુ આ સમસ્યાનુ નિદાન ન આવતા એવું લાગે છે તેઓ હજુ ગુલામીમા જીવી રહેલ છે. સ્થાનિક ચૂંટાયેલ પ્રતિનિધિ ઓ પણ આ અંગે ધ્યાન આપે તેવું સ્થાનિકોનુ માનવુ છે.

Share

Related posts

ઝાલોદ એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનની સરકાર દ્વારા ચાલતી ઓનલાઇન કામગીરીમાં સહાયક થવા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીનો સંપર્ક કરાયો

gujaratjanekta

રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વર્ષ 2023 દરમિયાન રૂ.2 લાખ કરોડનું રોકાણ જોવા મળશે

Admin

ગુજરાતમાં વધુ બે નગરપાલિકા બનશે મહાનગરપાલિકા – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial