Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ અગ્રવાલ સમાજ મહિલા મંડળ દ્વારા જન્માષ્ટમીનો પર્વ વિવિધ ઝાંખી સાથે ઉત્સાહ પૂર્વક મનાવવામાં આવ્યો

પંકજ પંડિત

ઝાલોદ અગ્રવાલ સમાજ મહિલા
સ્પર્ધામાં ભાગ લીધેલ બાળકોને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા ઝાલોદ અગ્રવાલ સમાજની મહિલા મંડળ દ્વારા વર્ષ દરમિયાન આવતા દરેક ઉત્સવો ધાર્મિક રીતે ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવતા હોય છે. જન્માષ્ટમી નિમિત્તે ગોયલ પેલેસ ખાતે સમાજની મહિલા મંડળ અને બાળકો ઉત્સવ ઉજવવા એકત્રિત થયેલ હતા. ગોયલ પેલેસના હોલને જન્માષ્ટમીના ઉત્સવ નિમિતે મહિલા મંડળ દ્વારા બાળકો તેમજ મહિલાઓ માટે અનેક સ્પર્ધા તેમજ વેશ ભૂશાનુ આયોજન કરવામાં આવેલ હતું. નાના નાના બાળકો રાધા કૃષ્ણ, યશોદા કૃષ્ણ બનીને આવેલ હતા. બાળકોની વેશભૂષા એટલી સુંદર લાગતી હતી કે જાણે ભગવાન કૃષ્ણ સાક્ષાત વૃંદાવન થી રાશલીલાં રમવા આવ્યા હોય. જન્માષ્ટમીના પ્રસંગ નિમિતે રાશ ગરબા પણ સહુ ઉપસ્થિત મહિલાઓ રમ્યા હતા. રાસ ગરબા તેમજ બાળકોની વેશભૂષામા વચ્ચે એવું ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું કે જાણે ગોપીઓ અને કૃષ્ણ. જન્માષ્ટમીના ઉત્સવ નિમિતે ઉજવાયેલ આ પ્રસંગમા આખું મહિલા મંડળ ભક્તિમાં લીન થઈ ગયેલ. ઉત્સવમાં ભક્તિના સુંદર સમન્વય સાથે પ્રસાદી લઈ પ્રોગ્રામ પુરો કરેલ હતો તેમજ પ્રોગ્રામને અનુરૂપ સુંદર વેશભૂષા સાથે આવેલ બાળકોને પ્રોત્સાહન રૂપે ઈનામો પણ આપવામાં આવેલ હતા. આ સુંદર આયોજન અગ્રવાલ સમાજની મહિલા મંડળની એકતા તેમજ સહયોગ થકી તેઓની સામૂહિક શક્તિનુ પ્રમાણ આપે છે.

Share

Related posts

ઝાલોદ વેપારીની હેક્ટર ગાડીમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન

gujaratjanekta

ગોધરા શહેર બહાર જતા કોઠી સ્ટીલ ચોકડી પાસે બનાવવામાં આવેલ મહાકાય સ્પીડ બ્રેકર ખુદ અકસ્માતો સર્જે એવો છે

gujaratjanekta

Ajab-Gjab : ઝડપભેર ટ્રકે ગેંડાને ટક્કર મારી, જુઓ ચોંકાવનારી ઘટનાનો વીડિયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial