પંકજ પંડિત
ઝાલોદ તાલુકામા એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન હાલ ગ્રામીણ ક્ષેત્રે સિલાઈ, કમ્પ્યુટર તેમજ ખેતી માટે વિવિધ ફળના વૃક્ષો અને ખેતીમાં મદદરૂપ થતી જૈવિક દવાઓ આપવાની સેવાકીય કામગીરી કરવામાં આવી રહેલ છે. એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ ક્ષેત્રના રહેવાસીઓનુ જીવન ધોરણ ઉંચુ આવે અને તેવો છે. ગ્રામ્યમા વસતા લોકોની આર્થિક સુખાકારી વધે અને શિક્ષણનો વ્યાપ વધે તે માટે એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન નિરંતર કામગીરી કરી રહેલ છે.સરકાર દ્વારા આધારકાર્ડ , ચૂંટણી કાર્ડ તેમજ સરકાર દ્વારા ચાલતી અલગ અલગ યોજનાઓ જે ઓનલાઈન ચાલતી હોય અને તે માટે ગ્રામીણ વિસ્તારના રહેવાસીઓને પ્રાંત કચેરી, તાલુકા કચેરી આવવુ પડતું હોય છે અને ગ્રામ્ય વિસ્તારો માંથી ઓનલાઈન કામગીરી જે સરકાર દ્વારા કરવામાં આવતી હોય તેના માટે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને દિવસ બગાડી કચેરીઓમાં દોડાદોડી કરવી પડે છે તેમજ વૃદ્ધ કે અશક્ત વ્યક્તિઓ દોડી ન શકતા મોટે ભાગે સરકારી યોજનાનું લાભ લઈ શકતા નથી જેથી આજરોજ એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદાર ઓફીસ જઈ અધિકારીઓને સૂચન કરેલ હતું કે એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન પાસે કમ્પ્યુટર, વિજ કનેક્ટીવીટી અને નેટ કનેક્ટીવીટી સાથેની સોલર બસ છે જે થકી સરકારની ગ્રામીણ ક્ષેત્ર સુધી સર્વ સેવા પહોંચે તે માટે મદદરૂપ થવા માંગ કરી હતી. સરકારી ઓફિસમા કામગીરીનુ ભારણ ઓછું થાય અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરે બેઠા જન સુવિધા મળે તે માટે એકલ ગ્રામોત્થાન સરકાર સાથે સહાયક બની કામગીરી કરવા માંગે છે જેથી ગ્રામ્ય વિસ્તારોમા વસવાટ કરતા વ્યક્તિઓને દોડવું નહીં પડે અને વૃદ્ધ તેમજ બીમાર વ્યક્તિને ઘરે બેઠા સરકારી સેવાનો લાભ આપી શકાય. પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા આ અંગે ચોક્કસ સહાય થવાની ખાત્રી આપી હતી.

