Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ નગરના ગીતા મંદિરે થી ઢોલ અગ્યારસ ( શ્રી કૃષ્ણ ભગવાનની જલવા પૂજન ) નિમિત્તે અગ્રવાલ સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ વરસતા વરસાદમાં પણ ભગવાન કૃષ્ણની જલવા પૂજનની શોભાયાત્રા નીકળીનગરના વિવિધ માર્ગો પર ફરી રામસાગર તળાવ શોભાયાત્રા આરતી પૂજા સાથે પૂર્ણ કરવામાં આવી પંચાગ મુજબ 03-09-2025 બુધવારના રોજ ભાદરવા સુદ અગિયારસ એટલે શ્રી કૃષ્ણ ભગવાનની જલવા પૂજન. વરસતા વરસાદ વચ્ચે આજની અગિયારસને પરિવર્તિની એકાદશી જગ ઝૂલની એકાદશી, વામન એકાદશી તેમજ જાગૃતિ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજની એકાદશીના નામ મુજબ અલગ અલગ મહત્વ શાસ્ત્રોમાં જોવા મળે છે.
શાસ્ત્રોની માન્યતા મુજબ જન્માષ્ટમી પછી આવતી એટલે કે ઢોલ અગિયારશના દિવસે માતા યશોદાએ ભગવાન કૃષ્ણની જલવા પૂજન ( કૂવા પૂજન) કરી હતી. આજના દિવસે દરેક ઝાલોદ નગરના ગીતા મંદિરે અગ્રવાલ સમાજ દ્વારા મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાંજે ચાર વાગે અગ્રવાલ સમાજ દ્વારા ગીતા મંદિરે થી રામસાગર તળાવ સુધી ભગવાન શ્રી કૃષ્ણને સુંદર રથમાં બેસાડી નગરના વિવિધ માર્ગો પર ધાર્મિક ભજનો તેમજ ગરબા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામા અગ્રવાલ સમાજના મહિલાઓ સહિત સહુ લોકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા. રામસાગર તળાવના ઘાટ પર ભગવાન કૃષ્ણની જલવા પૂજન અને પૂજા આરતી કરી ઢોલ અગિયારસની પૂજા પૂર્ણ કરવામાં આવી હતી. અગ્રવાલ સમાજના ઉપસ્થિત સહુ લોકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ પાસે સહુનુ કલ્યાણ થાય તેમજ સહુ ધર્મ ભાવના સાથે દરેક ધાર્મિક ઉત્સવો ઉજવતા રહે તેવી પ્રાર્થના કરી હતી.

Share

Related posts

વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં જાંબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫મા વન મહોત્સવની ઉજવણી કરાઇ

gujaratjanekta

ઝાલોદ ગૌ રક્ષક પ્રેમી યુવાનો દ્વારા ઘાયલ વાછરડાની સારવાર કર્યા બાદ ગૌ શાળા મુકવામાં આવી

gujaratjanekta

કરછ:”દાબેલી ચાહકો માટે આનંદો માંડવીમાં કમલ દાબેલી મસાલાનું લોન્ચિંગ કરાયું”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial