Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના રામસાગર તળાવની ચારે બાજુ ઉગી નીકળેલ ઝાડી ઝાંખરા પાલિકા તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા

પંકજ પંડિત

ઝાલોદ નગરજનો સ્વચ્છતા જાળવવા સહયોગ કરે : પ્રમુખ રેખાબેન વસૈયા ઝાલોદ નગરનના રામસાગર તળાવની ચારે બાજુ તેમજ તળાવની અંદર જંગલી ઝાડી ઝાંખરા ઉગી નીકળેલ હતા. પાલિકા તંત્રને આ અંગે નગરજનોએ રજૂઆત કરતા પાલિકા તંત્ર દ્વારા ચીફ ઓફિસર ટી.બી.ભાભોરના સાથે સંકલન જાળવી પાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા, ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર તેમજ કારોબારી પ્રમુખ દિનેશ પંચાલ દ્વારા પાલિકા તંત્રના કાઉન્સિલરોને સાથે રાખી રામસાગર તળાવની સાફ સફાઈ કરવા માટે જેસીબી મશીન થી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. હાલ રામસાગરની ચાલતી સફાઈ કામગીરીને લઈ નગરજનોમા ખુશી જોવા મળી રહેલ છે. તેમજ પાલિકા નગરમાં સાફ સફાઈની કામગીરીને પ્રાથમિકતા બનાવી આવી કામગીરી કરતા રહે.ઝાલોદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા નગરજનો પણ સફાઈ જળવાઈ રહે તે માટે જાતે જાગૃત બને અને જ્યાં ત્યાં ગંદકી ન કરે. પાલિકા ચીફ ઓફિસર ટી.બી.ભાભોરે પણ નગરજનો જ્યાં ત્યાં કચરો ન નાંખી સ્વચ્છ ઝાલોદના મીશનને સફળ બનાવે તેમ કહ્યું હતું. પાલિકા કારોબારી પ્રમુખ દિનેશ પંચાલે પણ નગરજનોને વિનંતી કરી હતી કે ગણેશ વિસર્જન નિમિતે આપણે આપણા તળાવને સ્વચ્છ બનાવવા ફૂલ માળા તેમજ પૂજાપાની સામગ્રી તળાવમા ન નાખે અને રામસાગર તળાવને સ્વચ્છ બનાવવા માટે પાલિકા તંત્રને સહયોગ કરે.

Share

Related posts

ઝાલોદ વિશ્વકર્મા મંદિરે રમેશ ઓઝાની ભાગવત કથાના આયોજન અર્થે પંચાલ સમાજ સાથે મીટીંગ યોજાઈ

gujaratjanekta

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગોધરામાં વી વુમન વન્ડર ક્લબની ટીમ દિવ્યાંગ બાળકોની મુલાકાતે – જાણો વધુ

gujaratjanekta

વડોદરામાં પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી : પુર જેવી સ્થિતિ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial