Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ ગૌ રક્ષક પ્રેમી યુવાનો દ્વારા ઘાયલ વાછરડાની સારવાર કર્યા બાદ ગૌ શાળા મુકવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં ગૌ રક્ષા અને તેની સેવા માટે નગરના યુવાનો સદાય કાર્યરત રહે છે. આ યુવાનો દ્વારા અનેક વાર ઘાયલ અથવા બીમાર ગૌ માતાની સારવાર કર્યા બાદ ગૌ માતાને તેના માલિકને અને જો માલિક ન હોય તો ગૌ શાળામાં ગાય મોકલી તેની વધુ સારી રીતે સંભાળ થાય તે માટે ગૌ શાળા ગાય મોકલી મુકી આવતા હોય છે
આજ રોજ ગૌ સેવા કરનાર એવા ગૌ પ્રેમીયો પર મીઠાચોક ઝુલેલાલ મંદિર મંદિરના મહારાજ હિતેશભાઈનો ફોન કરી કહ્યું હતું કે મંદિર પાસે એક વાછરડી જેના પગમાંથી ખૂબ લોહી વહે છે તો તેના માટે કંઈ કરવું ત્યારે ઝાલોદ નગરના વિલ્પેશભાઈ પ્રજાપતિ, કિશનભાઇ દેવડા, મનીષભાઈ, દીક્ષિતભાઈ શર્મા, કુલદીપભાઈ રાઠોડ, બબલુભાઈ દરજી, ભાવેશભાઈ પ્રજાપતિ, વિનયભાઈ દરજી દ્વારા વાછરડીને ત્યાંથી લઈ અને નાસલાઈ ગૌશાળામાં મૂકવામાં આવી જ્યાં તેનો સારવાર ચાલુ કરવામાં આવેલ હતી.જન્માષ્ટમીના શુભ અવસર એ ગાય માતા નું કામ કરનાર આવા તમામ લોકોને નગરના લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.પ

Share

Related posts

“કરછી ગુર્જર લુહાર સમાજ માંડવી સંચાલિત શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા 21મો ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો”.

gujaratjanekta

પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ સીસી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું

gujaratjanekta

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની દિપ્તીબેન પરીખના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial