Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મેરા યુવા ભારત દાહોદ દ્વારા ફતેપુરા તાલુકાના કાળિયા પ્રા. શાળા ખાતે એક પેડ મા કે નામ કાર્યક્ર્મ યોજાયો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

મેરા યુવા ભારત દાહોદ જિલ્લાના જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિઠ્ઠલ ચોરમલેના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કાળિયા પ્રા. શાળા ખાતે એક પેડ મા કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આ દરમ્યાન મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જીલ્લા યોગ કો. ઓર્ડીનેટર શ્રી ધુળાભાઈ પારગી સહિત શાળાના આચાર્યશ્રી ઇશ્વરભાઇ ડીંડોર, સી.આર. સી. પ્રતાપભાઈ ભાભોર તેમજ શાળાના શિક્ષક ભાઈઓ-બહેનો અને મેરા યુવા ભારત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક આશાબેન મછાર, શકુંતલાબેન હાજર રહ્યા હતા. જીલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ધુળાભાઈ પારગીએ મેરા યુવા ભારત દાહોદની કામગીરી વિશે શાળા ના સ્ટાફ ને માહિતી આપી હતી. વૃક્ષ આપણા માટે કેટલું ઉપયોગી છે અને યોગ ઑક્સિજન વિશે જાણકારી આપી હતી.

Share

Related posts

ધાર્મિક વિવાદીત ટિપ્પણી મુદ્દે નૂપુર શર્માના વિરોધ માં સમસ્ત શહેરા મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

ગરબાડા તાલુકામાં મીનાક્યાર ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ

gujaratjanekta

જુનાગઢની ગિરનારની લીલી પરિક્રમાની જેમ બરડા ડુંગરમાં પણ દિવાળી પછી લીલી પરિક્રમા યોજાય છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial