Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ધાર્મિક વિવાદીત ટિપ્પણી મુદ્દે નૂપુર શર્માના વિરોધ માં સમસ્ત શહેરા મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

સમસ્ત મુસ્લિમ સમાજના પવિત્ર પયગંબર હઝરત મોહમ્મદ ( સ.અ.વ ) વિષે બેફામ વાણીવિલાસ કરનાર નૂપુર શર્મા ની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શહેરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર માં જણાવ્યા પ્રમાણે ભારતીય સંસ્કૃતિ સત્ય અને અહિંસાની સંસ્કૃતિ છે . ભારતીય સંસ્કૃતિ વસુદૈવ કુટુંબકમ માં માનનારી , સમગ્ર વિશ્વને વિશ્વ શાંતિનો સંદેશો આપનારી અને દરેક ધર્મનો સન્માન કરનારી છે . વર્ષોથી ભારતના સાધુ – સંતો સુફિઓ ભારતના નાગરિકોને આધ્યાત્મિકતા , સત્ય ,એકતાના પાઠ શીખવતા આવ્યા છે.ભારતમાં વિવિધતામાં એકતા જેવી વિશિષ્ટતા જોવા મળે છે. ભારતના બગીચામાં દરેક પ્રકારના ફૂલો ખીલે અને ફૂલે – ફુલે છે . એક નેતા ની શીખ એકતા,શાંતિ,ભાઈચારાની હોઈ શકે બીજાના ધર્મ ઉપર કાદવ ઉછાળવાની ક્યારેય ના હોઈ શકે અને જે બીજાના ધર્મનું સન્માન કરવાને બદલે તેના ઉપર કાદવ ઉછાળવાની અને હિંસક હુમલો કરવાની શીખ આપે તે ક્યારેય નેતા ના હોઈ શકે પરંતુ તેમના વેશમાં પાખંડી , ઢોંગી કે હિંસક પશુ જ હોય.આવી જ એક કહેવાતી પ્રવક્તા અને બી.જે.પી.નેતા ના વેશમાં ઉગ્રવાદી નુપુર શર્મા કે જે દિલ્હી ની રહેવાસી છે તેણે પયગંબર સાહેબ વિશે મન ફાવે તેમ ભસવાનું કામ કર્યું છે અને પોતે મૂર્ખ અને ઉગ્રવાદી હોવાનું પ્રમાણ આપ્યું છે . દરેક પોતે – પોતાની રીતે પોતાનો ધર્મ પાળવાની અને તેની રીત – રિવાજો પ્રમાણે વર્તવાનો જન્મસિદ્ધ અધિકાર છે અને કોઈને પણ બીજાના ધર્મ માં દખલ કરવાનો કોઈ હક નથી છતાં નૂપુર શર્માએ આવું હલકટ કાર્ય કર્યું છે જે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. પયગંબર સાહેબ જેવી વિરાટ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ વિશે બોલવું તે આકાશ તરફ જોઈને થુકવા જેવું છે . એક મહાન વિશ્વ ક્રાંતિના સર્જક વિશે એક પણ અયોગ્ય શબ્દ કાઢવો એ નપુર શર્મા ની તુચ્છ અને હલકટ માનસિકતાનો પરિચય આપ્યો છે.

 પવિત્ર પયગંબર વિરુદ્ધ જે બેફામ વાણી વિલાસ કર્યો છે અને પોતાની હલકટ માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. આવા નેતા નૂપુર શર્મા ની ધરપકડ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત શહેરા મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી નું આયોજન કરી મામલતદાર કચેરી શહેરા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં અનેક મુસ્લિમ બિરાદારો સ્વેછીક રીતે જોડાયા હતા.અને ખાસ સરકારશ્રી સુધી પોંહચાડવાની માંગો પણ મૂકી હતી.

(1) કોઈ પણ ધર્મ વિરુદ્ધ અશોભનીય વાણી વિલાસ કરનારાઓ માટે કડક માં કડક સજા અને બિનજામીનપાત્ર ગુનો ગણવાનો પ્રાવધાન ધારાવતો ખરડો સરકારશ્રી સંસદ માં લાવે અને કાયદો બનાવે.

(2)સમાચાર ના નામે કોમી તંગદીલી ફેલાવતા ન્યૂઝ ચેનલો નો પ્રતિબંધિત કરવામાં આવે.

(3)સ્વસ્થ અને સકારાત્મક ન્યૂઝ ડિબેટ સિવાય ના અન્ય મુદ્દાઓ ઉપર ની ડિબેટ ચેનલો સુપ્રીમ કોર્ટ ની પૂર્વ મંજૂરી પછી જ આયોજન કરી શકે તેવુ પ્રાવધાન કરવુ.

(4)કોઈ પણ ધર્મ વિરુદ્ધ બોલવું કે અન્ય ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કે અન્ય ધર્મ ના લોકો ની લાગણી દુભાય તેવી વાતો ને વાણી સ્વાતંત્ર ના દાયરા ની બહાર રાખતો પ્રાવધાન કરવો .

(6) ન્યૂઝ ના નામે અન્ય એજન્ડા નો પ્રચાર પ્રસાર કરતા ચેનલો ને જાહેર હિત વિરોધી ચેનલો જાહેર કરતો તથા લોકો સાથે છેતરપિંડી ગણવાનો કાયદો પસાર કરવો.

(7) સુપ્રીમ કોર્ટ ની નિગરાની હેઠળ એક કમિટી બનાવવા મા આવે જે દરરોજ ન્યુઝ ચેનલો મા ચાલતા સમાચારો નુ મોનીટરીંગ કરે અને ન્યુઝ ના ઓથા હેઠળ જે અન્ય એજન્ડા ચલાવતા ચેનલો ની માન્યતા રદ કરે.

રિપોર્ટર : અફરોઝ બંગલાવાલા

Share

Related posts

31 ઓક્ટોબરે PM થરાદથી ₹ 8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે

gujaratjanekta

દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કઠલાના રોજમદારને સળંગ નોકરી તથા પડેલા દિવસોનો 50% પગાર ચૂકવવા અંગે નામદાર મજૂર અદાલત દાહોદનો આદેશ – જાણો વધુ

gujaratjanekta

મહીસાગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial