Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ વિશ્વકર્મા મંદિરે રમેશ ઓઝાની ભાગવત કથાના આયોજન અર્થે પંચાલ સમાજ સાથે મીટીંગ યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ નગરની ધર્મ પ્રિય જનતા માટે પ્રથમ વાર ધાર્મિક રાષ્ટ્રીય વક્તા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન 25-12-2025 થી 31-12-2025 સુધી યોજાવા જઈ રહેલ છે. આ કથાનું આયોજન સ્વ: શિવાભાઈ હીરાભાઈ પટેલના પરિવારજનોના સહયોગથી તેમના પુત્ર અંકુરભાઈ દિલીપભાઈ પટેલના સૌજન્ય થી ભાગવત કથાનું આયોજન પ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ વણકતલાઈ મંદિર રોડ પર થવાનું છે.
તારીખ 24-07-2025 ,ગુરુવારના રોજ વિશ્વકર્મા મંદિર ખાતે અમાવાસ્યાની મહાઆરતી કરવામાં આવી હતી ત્યારે કથાના ભવ્ય આયોજન તેમજ સહુના સાથ,સહકાર તેમજ માર્ગદર્શન માટે પંચાલ સમાજની એક મીટિંગ ભૂપેન્દ્ર પટેલ ( મારુતિ મેડિકલ સ્ટોર ) દ્વારા યોજવામાં આવી હતી. આ મીટીંગમાં પંચાલ સમાજ દ્વારા કથાના ભવ્ય આયોજન માટે આમંત્રણ આપવા આવેલ સહુ મહેમાનોનુ સ્વાગત પંચાલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કથા ક્યાં યોજાવાની અને ક્યારે યોજાવાની તે વિશે જણાવ્યું હતું. આ ભાગવત કથામા આંતરરાષ્ટ્રીય કથાકાર એવા પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા પ્રથમ વાર ઝાલોદની ધરતી પર આવી રહેલ છે ત્યારે આ આયોજનમા પંચાલ સમાજ પાસે તન મન થી દરેક આયોજનમાં સહકાર આપવા તેમજ આયોજન અર્થે કથા માટે વિવિધ કમિટી રચાય તેમાં સ્વેચ્છાએ જોડાવા અપીલ કરવામાં આવી હતી. પંચાલ સમાજ દ્વારા પણ જ્યારે આટલા મોટા કથાકાર આવી રહેલ છે ત્યારે આવા ભવ્ય વક્તાની દિવ્ય વાણીનો લાભ અચૂક લેશે અને પૂર્ણ સમર્થન આપશે તેવું કહ્યું હતું. જ્યારે ભાગવત જ્ઞાન રૂપિ ભગીરથ ગંગા નગરના આંગણે આવી રહેલ છે તો આ કથામાં અવશ્ય પંચાલ સમાજ જોડાશે તેમજ બીજા સમાજને પણ સાથે જોડી આ ભવ્ય કથા યાદગાર બની રહે તેવા આયોજન કરવામાં પૂર્ણ સમર્થન આપશે તેવું કથાના આયોજકોને કહ્યું હતું.

Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત ના પ્રવાસે આવશે

gujaratjanekta

ઝાલોદ કેળવણી મંડળની ચુંટણી યોજાઈ

gujaratjanekta

શહેનાઝના રેમ્પ વોકથી સ્ટેજ પર આગ લાગી, અભિનેત્રીની હૂટિંગ પર પ્રતિક્રિયા!

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial