Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ બસ સ્ટેશન પાસે સલામતીના સાધનો વગર ખોદકામ કરેલ ખાડામાં એસ.ટી બસ ઉતરી

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં અંદાજીત રાત્રીના સાત વાગ્યા પછી GJ-18-ZT-0712 નંબરની GSRTC નિગમની એક બસ ઝાલોદ બસ સ્ટેશન ખાતે આવી રહેલ હતી ત્યારે જાહેર માર્ગ પર સલામતીના સાધનો વગર ખોદકામ કરેલ ખાડામાં એસ.ટી બસનું આગળનું પૈડુ ખાડામાં ઉતરી પડેલ હતું. જોકે બસમા બેસેલ કોઈ પણ મુસાફરોને કોઈ પણ જાતની જાનહાની થયેલ નથી.
હાલ નગરમાં ચોમાસાનો માહોલ જામી રહેલ છે જેથી કોઈપણ કામગીરી માટે ખાડા ખોદવામાં આવે તો પાણી પડવાથી તે દબાઈ જાય છે. વરસાદી ઋતુમા ખાડા ખોદવામા આવે ત્યારે કોઈ વાહન કે રાહદારી આ ખાડામાં ન પડી જાય તે માટે ખાડા ખોદનાર જવાબદાર એજન્સીઓએ સલામતી દર્શાવતા સાધાનો મૂકવા જોઈએ જેથી કોઈ પણ જાતનો અકસ્માત ન સર્જાય.

Share

Related posts

ઝાલોદ ધાવડીયા ચેક પોસ્ટ પર દિલ્હી બ્લાસ્ટને લઈ પોલીસ એલર્ટ મોડ પર સધન ચેકીંગ હાથ ધરાઈ

gujaratjanekta

ઝાલોદ તાલુકા કક્ષાનો ૭૯ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી મુંડાહેડા ગામ ખાતે કરાઈ.

gujaratjanekta

રાષ્ટ્રીય હિન્દુ સંઘ મુખ્ય સંયોજક પૂજ્ય યોગી દેવનાથજી બાપુનું રામાનંદ પાર્ક દાહોદ ખાતે ભવ્ય સ્વાગત સન્માન!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial