Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education ગુજરાત ન્યૂઝ

એજ્યુકેશન : અવસર લોકશાહીનો અંતર્ગત વડોદરા શહેરની શ્રી અંબે વિદ્યાલયમાં હેડ બૉય અને હેડ ગર્લની ચૂંટણી યોજાઈ – જુઓ VIDEO

શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ વડોદરા ખાતે બાળ સંસદની ચૂંટણી ની જેમ હેડ બોય અને હેડ ગર્લની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 7 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ મતદાન કરી ચૂંટણી પ્રક્રિયાનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

આ પ્રસંગે શ્રી અંબે વિદ્યાલય ગુજરાતી માધ્યમના શાળાના ડાયરેક્ટર શ્રીમતી મિતલબેન શાહ, ડાયરેક્ટરશ્રી આશિષ શાહ તથા આચાર્યશ્રી વિપુલ મહેતાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓને ઇલેક્શન ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, બુથ કેન્દ્ર, પ્રચાર પ્રસાર જે ચૂંટણી પ્રક્રિયાના એક ભાગ છે જે વિશે અવગત કરાવવામાં આવ્યા હતા.

બાળકોને ભારત દેશની લોકશાહી તેમજ ચૂંટણી પ્રકિયાથી માહિતગાર કરવાના હેતુથી યોજાયેલ ચૂંટણીમાં 7 ઉમેદવારોએ પોતાના નિશાન સાથે આવેદન પત્ર રજુ કર્યુ હતું.

આ ચૂંટણીમાં ગુજરાતી માધ્યમના ધોરણ – 4 થી ધોરણ – 10 ના અંદાજીત 600 જેટલા વિદ્યાર્થીઓએ EVM મશીનની જેમ કમ્પ્યુટરમાં પોતાનો કિંમતી મત આપી 7 ઉમેદવારો માંથી 2 ઉમેદવારોને ચૂંટ્યા હતા. ચૂંટાયેલા ઉમેદવારને શાળાના સ્ટાફ તેમજ તમામ વિદ્યાર્થીઓએ તાળીઓથી વધાવી લીધા હતા.

 અંતે ચૂંટાયેલા વિદ્યાર્થીઓએ ભારતના સંવિધાન મુજબ શાળા કક્ષાએ શપથ લઇ જુદી જુદી સમિતિની રચના કરી અન્ય સભ્યોને પણ શપથ ગ્રહણ કરાવ્યા હતા.

Share

Related posts

ફતેપુરા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત કાળીયા સરપંચમાં યુવા પેનલના ઉમેદવાર પુષ્પાબેન મછારનો ઝળહળતો વિજય

gujaratjanekta

સ્ટાર્ટ અપ, ઇનોવેશન અને વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે 500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું – CM

gujaratjanekta

‘સાપ તેને પણ ડંખશે, જેને ઉછેર્યો છે…’, એસ જયશંકરે કરી હિના રબ્બાનીની બોલતી બંધ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial