Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત શ્રી માધ્યમિક શાળા કદવાલ ખાતે યોજાયો પ્રવેશોત્સવ


દાહોદ: ઝાલોદ તાલુકાની શ્રી માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપ સચિવશ્રીનું ફૂલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરાવી પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. જેમાં ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને પુસ્તક આપી પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ માધ્યમિક શાળાની વિદ્યાર્થીએ બેટી બચાવો વિષય પર વક્તવ્ય આપ્યું હતું.શ્રી માધ્યમિક શાળા કદવાળના ધોરણ ૯ થી ૧૨ માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓ પ્રથમ ક્રમે આવ્યા હતા તેઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપ સચિવશ્રી મેહુલભાઈ દ્વારા આયોગના કાર્યો તેની ફરજથી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને માહિતગાર કર્યા હતા. સાથે તેઓએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું બનવા માંગે છે તે અંગે તેમના અભિપ્રાય મેળવ્યા હતા. દરેક વિદ્યાર્થી ભણે ગણે અને આગળ વધે તે દિશામાં સતત શાળાએ અને વાલીએ કાર્યો કરવા જણાવ્યું હતું.શાળા પ્રવેશોત્સવ દરમ્યાન પર્યાવરણ વિશેની બાળકોમાં અને વાલીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુસર હાઈ સ્કૂલના પટાંગણમાં મુખ્ય મહેમાન, વાલીઓના અને શાળાના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુંઆ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામના આગેવાનો, વડીલો, યુવાનો , શાળાના આચાર્ય, શાળા સ્ટાફ, તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નેત્રમ પ્રોજેક્ટની ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટ કરાઈ

gujaratjanekta

ઝાલોદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સાપ્તાહિક એન.એસ.એસ. કેમ્પનું આયોજન મઘાનીસર ખાતે કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન તેજ, સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial