ફતેપુરા શબ્બીરભાઈ
હડમત લખનપુર અને મોટા નટવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયોલખનપુરના મહિલા સરપંચે તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નું વિતરણ કર્યુંફતેપુરા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે ધારાસભ્ય રમેશભાઈ કટારા ની ઉપસ્થિતિ માં હડમત લખનપુર અને મોટા નટવા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાલવાટિકાના 47 અને ધોરણ 1 ના 104 નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
ગુજરાતનો સૌથી મોટો શૈક્ષણિક ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ.દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં ભારત શિક્ષણ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં સમગ્ર શિક્ષણ આદર્શ સ્તર પર પહોંચ્યું છે. ફતેપુરા તાલુકામાં ત્રિ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જેમાં હડમત લખાણપુર અને મોટા નટવાની પ્રાથમિક શાળામાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા અને નાના ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો કુમકુમ તિલક કરી ચોકલેટથી મીઠું કરાવ્યું હતું અને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. લખનપુરના નવનિયુક્ત સરપંચ રાધાબેન તાવીયાડે 200થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ નું વિતરણ કર્યું હતું.ધારાસભ્ય રમેશભાઈ કટારા જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણથી જ વિદ્યાર્થીઓને શિક્ષણ અને માર્ગદર્શન આપવું જોઈએ. શિક્ષણ દરમિયાન વાલીઓએ પણ બાળકોનું ધ્યાન રાખવું જોઈએ શાળાની મુલાકાત લેવી જોઈએ આપણું બાળક શાળામાં કેવો અભ્યાસ કરે છે તેની માહિતી લેવી જોઈએ. તેમજ શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો વિકાસ બાબતે માહિતી આપી હતી. શાળામાં ભૌતિક સુવિધાઓ માટે કંઈ પણ જરૂરિયાત હોય તો ગામના સરપંચ અને અમારો સંપર્ક કરી ગામનો વિકાસ વેગ વંતો બનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં હળમતના આગેવાન હાલાભાઇ ચારેલ, વિવિધ કાર્યકર્તા, લખણપુરના સરપંચ રાધાબેન તાવિયાડ, મોટા નટવાના સરપંચ દીપકભાઈ ચરપોટ સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત કાર્યક્રમનું લાઇઝનિંગ સી.આર.સી મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

