Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણા સૈનિકોના માનમાં ધર્મ રક્ષા સમિતિ લીમખેડા દ્વારા ૧૫૧ ફૂટ લાંબા તિરંગાની ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

આજ રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણા સૈનિકોના માનમાં આપણાં ધર્મ રક્ષા સમિતિ લીમખેડા દ્વારા ૧૫૧ ફૂટ લાંબા તિરંગાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા શ્રી રામજી મંદિર લીમખેડાથી નિકળી હરિહર સ્કૂલ થઈ, શાસ્ત્રી ચોક ફરી શ્રી રામ જી મંદિર ખાતે પૂર્ણાહૂતિ કરવામાં આવી. આ યાત્રામાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી ના આદરણીય પ.પૂ. શ્રી સુરેશદાસજી મહારાજ, શનિધામ પાલ્લીના આદરણીય પ.પૂ.શ્રી રવિન્દ્ર બાપુ, શ્રી ઠાકર મંદિર મોટા હાથીધરા ના આદરણીય પ.પૂ. શ્રી અલ્પેશ મહારાજ, શ્રી રામજી મંદિર લીમખેડાના મહંતશ્રી, શ્રી રામદેવજી મંદિર લીમખેડાના આદરણીય પ.પૂ. શ્રી સંતોષદાસ મહારાજ તથા ગ્રામજનો ભવ્ય યાત્રા માં ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

Share

Related posts

Bharat Taxi Launch: હવે મોંઘવારીથી મુક્તિ – સસ્તા ભાડાનું વચન!? અમિત શાહ આજે લોન્ચ કરશે ‘ભારત ટેક્સી’ – જાણો વધુમા

gujaratjanekta

ગૌરીવ્રત નિમિતે ઉત્તર બુનિયાદી વિદ્યાલય કારઠ ખાતે મહેંદી સ્પર્ધા નું આયોજન કરાયું.

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર અને બલૈયા ક્રોસિંગ ગામે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી દ્વારા જ્યુસ સેન્ટરો પાણી પુરી સેન્ટર ઉપર તપાસ હાથ ધરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial