Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ નગરના મુવાડા રામજી મંદિર ખાતે વિશ્વ શાંતિ માટે આનંદના ગરબાનું આયોજન કરાયું

પંકજ પંડિત

ઝાલોદ નગરના મુવાડા રામજી મંદિર ખાતે માઁ શક્તિ ગરબા મંડળ દ્વારા વિશ્વ શાંતિ માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદના ગરબા કરવાનો મુખ્ય ઉદ્દેશ જમ્મુ કાશ્મીરના પહલગામમા પાકિસ્તાન સમર્થિત ઇસ્લામીક આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ 26 હિન્દુઓની હત્યા કરી હતી તેમની આત્માની શાંતિ મળે તેમજ ભરાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓના કેમ્પો પર પાકિસ્તાનમાં ઘૂસી નેસ્તનાબૂદ કર્યા હતા તેને લઈ સીમા પર તેમજ ભારત દેશમાં યુદ્ધ થશે તેઓ માહોલ સર્જાયો હતો. જો યુદ્ધ થાય તો મોટી જાનહાનિ થાય તે ના થાય તે માટે મુવાડા પટેલ સમાજની આનંદના ગરબાની બહેનો દ્વારા સમગ્ર વિશ્વમાં વિશ્વશાંતિ સર્જાય તે માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લે મા શક્તિ ગરબા મંડળની બહેનો દ્વારા દેશના સૈનિકો માટે આદરભાવ પ્રગટ કરતા દેશ ભક્તિના ગીતો ની પણ રમઝટ બોલાવી હતી.

Share

Related posts

ઓલપાડ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનુ “પાવર હાઉસ” એટલે મધ્યગુજરાત : ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક મહેમદાવાદ ખાતે યોજાઈ-જાણો વધુ

gujaratjanekta

રાબોડ પ્રાથમિક શાળાની 136 માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial