Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

જિલ્લા સેવાસદન ખાતે સભાખંડ યોજાઈ સિવિલ ડિફેન્સ અંગેની બેઠક દાહોદ કલેકટર યોગેશ નિરગુડે અને દાહોદ પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાએ આપી જરૂરી સૂચનાઓ ડિઝાસટર સહીત તમામ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત.

સોલંકી કિશોરસિંહ

સિવિલ ડિફેન્સ અંગેની બેઠકમાં દાહોદ કલેકટરે જણાવ્યું હતું કેસિવિલ ડિફેન્સના કાયદામાં સમયે સમયે ફેરફાર થતા હોય છે અને સિવિલ ડિફેન્સ એક મહત્વનો મુદ્દો છે કારણકે જયારે યુદ્ધ થાય ત્યારે વોલેન્ટરી સર્વિસીસ આપવા માંગતા લોકોને સાથે જોડવા જોઈએ અને તેમને ટ્રેન કરી મદદ લેવાની હોય છે સીવી ડિફેન્સમાં ત્રણ બાબતોની ભૂમિકા મહત્વની છે જેમાં પોલીસ આરોગ્ય અને ફાયર આમાં કોને સાથે જોડી શકાય જેની ઉંમર અઢાર વર્ષ થી ઉપર ની વ્યક્તિઓ ઉત્સાહી લોકો, NCC, સેવાભાવી સંસ્થા અને વોલેન્ટરી સેવા આપવા ઇચ્છતા લોકો નું પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું છે અને દેશ માટે જોડાવું એટલે બોર્ડર ઉપરજ જવું તે જરૂરી નથી આપડે આજુ બાજુ ની પરિસ્થિતિમાં પણ મદદ કરવા માટે તૉયર રહેવાનું હોય છે આમાં ટ્રેનિંગ ની ખાસ જરૂર હોય છે અને સિવિલ ડિફેન્સ મામલે ટ્રેનિંગ કરાવવામાં આવશે કારણકે ટ્રેન્ડ વ્યક્તિઓ આવા સમયમાં ખુબ સરસ રીતે પોતાની ભૂમિકા ભજવી શકે આમાં SRP, SDRF ધ્વએ પણ ઓનલાઇન ટ્રેનિંગ આપવામાં આવશે. જયારે DSp રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે દાહોદ ને બ્લેક આઉટ જેવી પરિસ્થિતિનો સામનો નથી કરવો પડ્યો પણ આપડા નાગરિક ને એવી રીતે તૈયાર કરીયે કે દરેક નાગરિક એ કોઈક અજાણ્યા વ્યક્તિ કોઈક શંકાસ્પદ વ્યક્તિઓ જો ધ્યાને આવે તો જાગૃત નાગરિક બની તંત્ર ને જાણ કરીએ જિલ્લામાં કોઈ પણ ઘટના બને તો એસેન્સિયલ સર્વિસીસ ને આપડે પ્રીયોરીટી આપવી હોમગાર્ડ અને જી.આર.ડી માં એક્ટિવ જવાનો ને ભરતી કરવી
ડીજે, ફટાકડા આ બધું વર્જિત છે અને ડ્રોન પણ વર્જિત રાખવું આ તમામ વસ્તુઓ આપડે એક જવાબદાર નાગરિક તરીકે પણ ફરજ નિભાવવાની છે અને કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લામાંથી ઓછામાં ઓછા ત્રણ હઝાર લોકોને સાથે જોડવાના છે અને વધારેની કોઈ લિમિટ નથી પણ સ્વેછાએ વોલેન્ટરી કામ કરવા માંગતા હોય તેવા લોકોને વધુ ને વધુ સંખ્યામાં જોડીએ અંતે માજિ સૈનિકે જણાવ્યું હતું કે અમે કોઈ પણ પરિસ્થિતિમાં લોકોની મદદ કરવા તૈયાર છે અને નવા જોડાશે તે વોલેન્ટરી લોકોને પણ ટ્રેનિંગ આપશું અને આ મામલે સરકારી તંત્ર દ્વારા એનરોલમેન્ટ ડ્રાઈવ ચાલવામાં આવશે અને તેમાં લોકો એ બઢી ચઢીને જોડાય તેવી ઈચ્છા દાહોદ જિલ્લા કલેકટરે વ્યક્તિ કરી હતી

Share

Related posts

વડોદરાના બે પેટ્રોલ-ડીઝલ પંપ સહિત રાજ્યના ૨૩ પંપ ઉપર SGST વિભાગનો ધામા !

gujaratjanekta

રાજકોટમાં બુધવારે C.M ના હસ્તે લોકમેળા નું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરાશે – જાણો વધુ

gujaratjanekta

દેવગઢ બારિયાની શ્રીજી સ્કૂલના પટાંગણમાં ક્રિકેટ મેચ તેમજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial