Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દિવાળી ટાણે જ હોળી : GSRTCની એપ્લિકેશન ઠપ, ઓનલાઇન બુકીંગ અટક્યું

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત સરકાર ડબલ એન્જીનની સરકાર તેમજ ડિજિટલ સરકારના મોટા મોટા સૂત્રો વચ્ચે આજે ગુજરાત રાજ્યની બસો માટેની GSRTC એપ્લિકેશન ઠપ થઇ ગઈ છે અને બુકીંગ થઇ શકતું નથી. ગુજરાતમાં દિવાળીનો માહોલ છે ત્યારે જ આવી રીતે એપ્લિકેશન ઠપ થવાથી હજારો મુસાફરોને ના છૂટકે ખાનગી વાહનનો સહારો લેવો પડી રહ્યો છે. ખાનગી વાહનોમાં દિવાળીના તહેવારોને લઈને ભાડું પણ ડબલ કરી દીધું છે ત્યારે ગુજરાત સરકારની બસોમાં બુકીંગ ન થતા ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે.

ગઈકાલ રાતથી જ GSRTCની આ એપ્લિકેશન ઠપ થઇ ગઈ છે અને કોઈપણ રૂટની બસોનુ બુકીંગ થઇ શકતું નથી. તહેવારો ટાણે જ આવી રીતે GSRTCની એપ્લિકેશન ઠપ થઇ જાય અને ઉપરથી બસો પણ હાઉસફુલ છે તેવામાં મુસાફરો માટે દિવાળીમાં પોતાના વતન તરફ જવા માટે ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત રાજ્યની નિગમનના  ટોલ ફ્રી નંબર પર કોલ લાગતો નથી અને અમદવાદ તેમજ અન્ય વિભાગના નંબર પર ફોન કોઈ રિસીવ કરતુ નથી. ગુજરાત સરકાર દ્વારા મુસાફરોની સગવડતા પ્રમાણે બસો દોડાવવામાં આવે છે જયારે આવી રીતે ઓનલાઇન બુકીંગની એપ્લિકેશન જ બંધ થઇ જાય તે કેટલું વ્યાજબી છે. ગુજરાત સરકાર પરિવહન માટે ના મોટા દાવા કરી રહી છે જો કે આ  દાવા આજે પોકળ સાબિત થયા છે. 

એક તરફ ગુજરાતમાં દિવાળીનું ખુબ જ મહત્વ હોય છે ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા તરફથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે ઘસારો રહેતો હોય છે તેવામાં મુસાફરો STની બસોમાં બુકીંગ કરાવતા હોય છે જો કે ગઈકાલથી જ GSRTCની એપ્લિકેશન પર બુકીંગ ઠપ થઇ ગયું હતું અને આજે સવારે પણ ચાલુ થયું ન હતું. ગુજરાત ST તહેવારોમાં સમય કરતા બે થી ત્રણ કલાક બસો મોડી હોય છે ત્યારે મુસાફરો રઝળી પડે છે જયારે હવે બે દિવસથી GSRTCની એપ્લિકેશન બંધ છે તેવામાં ફરી એક વખત મુસાફરો માટે હેરાનગતિ થઇ પડી છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના વગેલા ગામના ખેતર માંથી ગાંજાનો 2,09,400 નો મુદ્દામાલ ઝડપી પાડતી એસ.ઓ.જી દાહોદ એક વ્યક્તિની અટકાયત કરાઈ

gujaratjanekta

સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાં પોક્સો એક્ટની જાગૃતતા માટે કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

gujaratjanekta

આજ રોજ દાહોદ શહેરના સિટી વિસ્તારના ગોધરા રોડ ખાતે સંકલ્પ યાત્રાનો શુભઆરંભ કરવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial