Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા નગરમાં ફૂટ પેટ્રોલીંગ તેમજ ડ્રોન ઉડાવી સુરક્ષા વ્યવસ્થા અંગે તપાસ કરી

પંકજ પંડિત

પહેલગામમા થયેલ આતંકી હુમલા અંગે ઝાલોદ નગર બંધના એલાનને લઈ પોલિસ સતર્કઝાલોદ પોલિસ હાલ નગરમાં સુરક્ષા વ્યવસ્થા તેમજ નગરમાં કાયદાની પરિસ્થિતિ ન બગડે તે અન્વયે રૂટિન ફૂટમાર્ચ કરતી રહે છે. ઝાલોદ નગર દ્વારા જમ્મુ કાશ્મીર સ્થિત પહેલગામમા થયેલ પાકિસ્તાન સમર્થિત ઇસ્લામી આતંકવાદ દ્વારા સત્તાવીસ જેટલા લોકોની માનવને કંપાવી નાખે તે રીતે નરસંહાર કરેલ છે તે માટે ઝાલોદ નગર હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા 25-04-2025 ના રોજ ઝાલોદ બંધ રાખવા માટે અપીલ કરેલ છે તેમજ હિન્દુ એકતા દર્શાવવા બાઇક રેલી તેમજ સાંજે મૌન રેલી, શ્રદ્ધાંજલિ, આતંકવાદના પૂતળાનું દહન જેવા પ્રોગ્રામ રાખેલ છે તે અન્વયે ઝાલોદ પોલિસ દ્વારા સતર્કતા દાખવી પોલિસ દ્વારા ફૂટમાર્ચ તેમજ ડ્રોન ઉડાવી નગરના સુરક્ષા વ્યવસ્થા અંગે તપાસ કરી હતી.આજની ફૂટમાર્ચ રેલીમા ડી.વાય.એસ.પી પટેલ ,પી.આઈ રાજપૂત તેમજ પી.એસ.આઇ સિસોદિયા અને પોલિસ સ્ટાફ સાથે નગરના અલગ અલગ રૂટો પર ફરી હતી.

Share

Related posts

વડોદરા : ડભોઈ તાલુકાનું અરનીયા ગામ હેરન નદીના પુરના પગલે સંપર્ક વિહોણું – જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા વિધાનસભા વિસ્તારના ફતેપુર અને સંજેલી તાલુકા ના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી

gujaratjanekta

એમ. વાય. હાઈસ્કૂલ, દાહોદ ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટે શાળા સંસદનો ભવ્ય શપથગ્રહણ સમારોહ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial