Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

કશ્મીરના પહેલગાવ માં થયેલ આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડતા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી શૈલેષ ઠાકર – જાણો વધુ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાતના પ્રમુખ શ્રી શૈલેષ ઠાકર એક અખબારી યાદીમાં જણાવે છે કે કશ્મીર ના પહેલગાવ માં થયેલ નિર્મમ આતંકવાદી હત્યાકાંડમાં દેશના ૨૮ જેટલા નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આ જઘન્ય કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.એટલુ જ નહીં આ જઘન્ય કૃત્ય કરનાર આતંકવાદી અને તેમના આકાઓને ભારત સરકાર જિંદગીમાં ન ભુલાય તેવો પાઠ ભણાવવા માટે હાર્દિક અપીલ કરે છે.

તેમજ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજની સંકલન સમિતિ સાથે પરામર્શ કાર્યબાદ શ્રી શૈલેષ ઠાકરે બ્રાહ્મણો દ્વારા ઉજવાતી પરશુરામ યાત્રા જે તારીખ 29 મી એપ્રિલે ઉજવવા જઇ રહી છે તેને ધામ ધૂમથી ન ઉજવતા શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો યોજી ઉજવવા અપીલ કરેલ છે.

Share

Related posts

ગુજરાત ભાજપના નવીન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વરણીને ઝાલોદ ધારાસભ્ય દ્વારા આવકારવામા આવી

gujaratjanekta

વડોદરામાં કોરોનાના નવા વેરિઅન્ટ BF.7ને લઈને જાણો શું કરાઈ છે વ્યવસ્થા

Admin

ઝાલોદ ગોયલ પેલેસ પાસે પાર્ક કરેલ ક્રૂઝર ફોર વ્હીલર ગાડી ઘરના આંગણા માથી રાત્રી દરમ્યાન ચોરી થઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial