Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં મહાકાળી મંદિર અને ખોડિયાર માતા મંદિરે નવરાત્રીની આઠમ નિમિતે હવન પૂજા કરવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં આસ્થા ,શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતિક એવા મહાકાળી માતાજીનું મંદિર અને ખોડિયાર માતાજીનું મંદિર. નગરમા ભગવાનમાં અતૂટ આસ્થા ધરાવનાર ધાર્મિક પ્રવૃત્તિના ભક્તોના કહેવા મુજબ આ બંને મંદિરોમાં મહાકાળી માતા અને ખોડીયાર માતા સાક્ષાત બિરાજે છે તેમજ અહીં દર્શન કરવા માત્ર થી ભક્તોની દરેક મનોકામના માતાજી પૂર્ણ કરે છે.હાલ નગરમાં હિન્દુ નવ વર્ષ તેમજ માતાજીના પવિત્ર નવરાત્રી ચાલી રહેલ છે. આ બંને મંદિરોમાં નગરના ભક્તો નવરાત્રી નિમિતે નિયમિત દર્શન કરવા જતા હોય છે. આજે નવરાત્રીની આઠમના દિવસે નગરમા ધાર્મિક વિચારધારા ધરાવનાર મોટા ભાગના ઘરોમાં અષ્ટમી પૂજન અને કન્યા પૂજન કરી નાની નાની દેવી સ્વરૂપ કહેવાતી કન્યાઓની પૂજા કરી પ્રસાદી પણ ખવડાવવામા આવે છે.આજરોજ અષ્ટમી નિમિતે મહાકાળી મંદિર અને ખોડિયાર માતાના મંદિરે હવન પૂજા કરવામાં આવી હતી તેમજ સાંજે છ કલાકે શ્રીફળ હોમી પૂજા આરતી કરવામાં આવી હતી.આજરોજ માતાની અષ્ટમી નિમિત્તે હવન કુંડ અને માતાના દર્શન કરવા નગરના ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટયુ હતું.

Share

Related posts

ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ સાથે બે દારૂનાખેપિયાનો ઝડપી પાડતી વેજલપુર પોલીસ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ગરાડુ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કલ્પેશ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ

gujaratjanekta

રાજકોટ સ્થિત પાંચ હાર્ડવેર પ્રોજેક્ટ પર જીએસટીનાં દરોડા: કરોડોથી વધુ કરચોરી પકડાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial