Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા સંકલન સમિતિની બેઠક: ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને 9 જેટલા લોક પ્રશ્નોના નિવારણ અંગે ચર્ચા કરાઈ

પંકજ પંડિત

ઝાલોદ તાલુકા સંકલન સમિતિની બેઠક ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયાની અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તા, વિજ જોડાણ, વન વિભાગ, આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, મહેસુલ, પાણી પુરવઠા અને ખેતીવાડી સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.આજે ઝાલોદ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં 9 જેટલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેમાંથી જે તે વિભાગનાં અધિકારીઓને ઉકેલ લાવવા માટે સુચના આપી હતી. ઝાલોદ સંકલન સમિતિની બેઠકમાં ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ફતેપુરા 129 વિધાનસભાનાં ધારાસભ્ય રમેશભાઈ કટારા, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન વસૈયા, ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર, તાલુકા શિક્ષણ અધિકારી, ATDO, નાયબ મામલતદાર, એમજીવીસીના નાયબ કાર્યપાલક ઇજનેર,બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર,આરએફઓ, પીઆઇ,પીએસઆઇ, તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

અમદાવાદમાં AIMIM અને ભાજપની ગુપ્ત બેઠક મામલે મેયરનો આ છે દાવો

gujaratjanekta

ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીજ લાઈનથી સલામત રહેવા અવગત કરતા નાયબ કાર્યપાલક ઇજનેર એમ કે ચૌધરી

gujaratjanekta

ઝાલોદ નગરના બી.એમ. હાઈસ્કૂલમાં આંખોના નિદાનનો કેમ્પ યોજવામાં આવ્યો250 થી વધુ લોકોએ આંખોની તપાસ કરાવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial