Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવશે

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, દાહોદ સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી તારીખ ૨૧ મી ફેબ્રુઆરીએ “વિશ્વ માતૃભાષા દિન”ની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતી ભાષાના બે તજજ્ઞોનાં વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રા.ડૉ.રોહિત કપૂરી (એસોસિએટ પ્રોફેસર, શ્રી કે. આર. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદ) અને પ્રા.ડૉ.રાજેશ વણકર (આસિસ્ટન્ટ પ્રોફેસર, સરકારી વિનયન કૉલેજ, ગરબાડા) માતૃભાષાનું મહત્વ વિશે વ્યાખ્યાન આપશે. સમગ્ર ઉજવણી કૉલેજના આચાર્યશ્રી ડૉ. બી.આર.બોડર સાહેબ અને વાઇસ પ્રિંસિપાલ ડૉ. એચ.કે. પંચાલના માર્ગદર્શન અને પ્રો. ડો. નમ્રતાબેન મકવાણાના સંયોજન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે.

Share

Related posts

ઝાલોદ પોલિસ સ્ટેશન ખાતે આવનાર ધૂળેટીના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

‘ચીન કે અમેરિકાની જેમ નહીં… ભારતીય વિચારસરણીથી વિકાસ કરે ભારત’

Admin

કેરી રસિકો માટે માઠા સમાચાર ! કેરીના પાકમાં મધિયો નામનો રોગ આવતા ખેડૂતોએ શું કહ્યું , વાંચો અમારા અહેવાલમાં

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial