Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ધારાસભ્ય મહેશ ભૂરીયાની ઉપસ્થિતિમા તિરંગા યાત્રા યોજાઈ

પંકજ પંડિત

લીમડી નગરમા મોટા પ્રમાણમાં લોકો જોડાયા અને દેશ ભક્તિના રંગે રંગાયાભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ અપીલ મુજબ આગામી 9 -15 ઑગસ્ટ સુધી રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અલગ અલગ રાજ્યોમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં તેમજ દરેક નાના ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા યાત્રા કાઢવા માટે સુચન આપેલ હતું. તેના ભાગરૂપે સમગ્ર દેશમાં ‛‛તિરંગા યાત્રા અને ફરી એકવાર હર ઘર તિરંગા અભિયાન’’ અંતર્ગત ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયાની અધ્યક્ષતામાં લીમડી ગામે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.આ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને યુવા કાર્યકર્તાઓની અપાર ઊર્જા, ઉમંગ અને આનંદ થકી સમગ્ર વાતાવરણ મા ભારતીના જયઘોષ સાથે ગુંજાયમાન બન્યું હતું.આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા ,પ્રાંત અધિકારી અજય ભાટીયા , મામલતદાર પરમાર ,તાલુકા વિકાસ અધિકારી ગઢવી , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા પંચાયત સભ્ય લલિત ભૂરીયા, કૃષ્ણરાજ ભૂરીયા,લીમડી પીઆઇ રાઠવા ,તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યઓ અને વિદ્યાર્થીઓ અને નગરજનો મોટા પ્રમાણમાં હાજર હાજર રહ્યા હતા.

Share

Related posts

પંજાબથી તમામ મોટા દેશો કેન્દ્ર સરકાર જલ્દી શરુ કરે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ: રાઘવ ચઢ્ઢા

Admin

ધુળેટીની આગોતરી ઉજવણી: ભરૂચ જિલ્લા ભાજપ અને પત્રકારોનું ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાયું, એકમેકને રંગોથી રંગી શુભકામનાઓ આપી

Admin

દાહોદમા આજરોજ સાંસદ ખેલ નું આયોજન એકલવ્ય સ્કૂલ ખરેડી ખાતે કરવામાં આવ્યું હતું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial