Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરા શહેરમાં નિતીમતાનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય તેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ

વડોદરા શહેર વિસ્તારમાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણી-૨૦૨૫ ના સંદર્ભમાં મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સૂચનાઓ આપી છે. ત્યારે પોલીસ કમિશનરશ્રી નરસિમ્હા કોમારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરીણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવા સહિત પ્રતિબંધો જાહેર કર્યા છે.

 

જાહેરનામા અન્વયે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સબંધિત મતદાર વિભાગના નિવાર્ચન અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નિતીમતાનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરીણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા કરવાની અને તે ચિત્રો, તે નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની ફેલાવો કરવાના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે.

આ હુકમનું ઉલ્લંધન કરનાર વ્યકિત સજાને પાત્ર થશે. આ જાહેરનામું વડોદરા શહેર પોલીસ કમિશનર હેઠળના વડોદરા તાલુકા પંચાયતની બેઠક પૂરતા વિસ્તારમાં તા.૧૮/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

Share

Related posts

વર્લ્ડ એઈડ્સ ડે નિમિતે દાહોદ બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટર પ્રદર્શન યોજવામા આવ્યું

gujaratjanekta

ગરબાડામાં રિલાયન્સ પંપ પાસે રોડ ક્રોસ કરતી મોટરસાયકલ ને કારે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો.

gujaratjanekta

ફતેપુરા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોના પગારમાંથી સંત તાલુકા ટીચર્સ કો.ઓ ક્રેડિટ સોસાયટી દ્વારા વધારાના નાણા કપાત કરતા ઉચ્ચ સ્તરે રજૂઆત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial