Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નિજાનંદ જાગણી અભિયાનની 44 મી શિબિર ઝાલોદ રામદ્વારા કમ્પાઉન્ડ ખાતે યોજાઈ

પંકજ પંડિત

જાગણી રત્ન સરકારની ૧૦૦મી જન્મ જયંતિ ૧૯રપ થી ૨૦૨૫ -૧૦૦ વી ના ઉપલક્ષમાં તથા નિજાનંદ જાગણી અભિયાન ૪૪ મી શિબિર રામદ્વારા કમ્પાઉન્ડ ખાતે તા.28/11/1995 થી 02/12/1995 સુધી યોજાયેલ તેની યાદગીરીના ભાગરૂપે આજરોજ વસંત પંચમી તા.02/12/2025 ને રવિવારના રોજ રામદ્વારા કમ્પાઉન્ડ ખાતે, એક દિવસીય બ્રણજ્ઞાન ચર્ચા મહોત્સવ નો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં પન્નાધામ મધ્યપ્રદેશ થી દિલીપ મહારાજ, જ્ઞાનપીઠ સરસવા ( યુ.પી ) થી મહાત્મા અર્જુન મહારાજ તેમજ આચાર્ય સૂર્યપ્રતાપ પધારેલ હતા.
રામદ્વારા કંપાઉન્ડના મહંત દર્શનરામજી શાસ્ત્રીના સાનિધ્યમાં ઝાલોદ નગર તથા આજુબાજુના વિસ્તારમાંથી અંદાજીત 400 ની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી અમૃતવાણી નું રસપાન કર્યું હતું. ઉપસ્થિત સહુ લોકોના સુંદર સાથ સહકાર થકી આ પ્રોગ્રામ સફળ રહ્યો હતો તથા છેલ્લે ઉપસ્થિત સહુ લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ આયોજન કમિટી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ ઝાલોદ પંથકના સુંદર સાથ સહકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ઝાલોદ નગરમાં યોજાયેલ આ 44 મી શિબિર ને સહુ લોકોએ આવકાર આપી તેની સુંદર યાદગીરીના સ્મરણ કરતાં જોવા મળેલ હતા.

Share

Related posts

SSG હોસ્પિટલમાં OPD – વિભાગ પાસેથી મૃત બાળક મળી આવતા તંત્ર દોડતુ થયુ

gujaratjanekta

આંતરરાજ્ય વાહન ચોરી કરતા રાજસ્થાન રાજ્યના બે આરોપીઓને ઝડપી પડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.

gujaratjanekta

ગોધરા ના કાલીયા કુવા ગામે પેસાબ કરવા ગયેલ ઈસમ ને ચાર વન કર્મચારીઓ માર મારતા નોંધાઈ ફરિયાદ!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial