માંડવી શહેરના યુવાનો દ્વારા ચાલતી સાયકલ કલબ દ્વારા મકરસંક્રાંતિ પછી પતંગોત્સવના ધ્યાને રાખીને જીવદયાનો અનોખો કાર્યક્રમ સતત ચોથા વર્ષે કરવામાં આવેલ હતો જેને શહેરીજનો દ્વારા બહોળો પ્રતિસાદ મળેલ હતો અને મોટી સંખ્યામાં પતંગના દોરાના માંજાની ગુંચો ભેગી કરવામાં આવેલ હતી.
સામાન્ય રીતે મકરસંક્રાંતિ પછી અનેક જગ્યાએ દોરાની ગુંચો જોવા મળે છે. અગાસી કે રસ્તામાં પડેલી આવી દોરાની ગુંચો પક્ષીઓ, વાહન ચાલકો તો રસ્તે જતા રાહદારીઓને નુકશાન કરતી રહે છે. માંડવીમાં આવી દોરાની ગુંચો ભેગી કરીને આપનારને ‘ઈયરફોન’ મફત ગીફટ આપવાની જાહેરાત ઉપરોકત સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે.
સોમવારે એક જ દિવસના બે કલાક દરમ્યાન ૬પ૦ થી વધુ લોકોએ સામેથી આવીને ગુંચો જમા કરાવવા આવેલ હતા, જેમને સ્ટેશનરી કીટ ગીફટ આપવામાં આવેલ હતી.
સાયકલ કલબના જુગલ સંઘવી, વિનય ટોપરાણી, મુનીન્દ્ર વૈધ, મીતલ સંઘવી, ધર્મેન્દ્ર કોટક, મુકેશ ત્રીવેદી, પરેશ સોની, રોહન ગાલા, રાજેશ પેથાણી સહિતના હાજર રહેલ હતા. આ સમય દરમ્યાન દોરા જમા કરાવવા માટે નાના બાળકો મોટી સંખ્યામાં આવેલ હતા, એ રીતે દોરાની ગુંચો અનેક રીતે નુકશાન કરે છે તેવી જાગૃતતા બાળકોમાં વધુ જોવા મળેલ હતી તેવું સાયકલ કલબના જૈમીન દોશીએ જણાવેલ હતું. માંડવી સાયકલ કલબના કુમાર શાહ, જેન ચાવડા, દિપાલી સંઘવી, મયુર પટેલ, ત્વરા દોશી, તનય સંઘવી, ધૈર્ય પટેલ, રોટરી માંડવીના પ્રમુખ અમીશ સંઘવી, મંત્રી મૌલિક ચંદારાણા વિગેરે મિત્રો વ્યવસ્થા અને આયોજનમાં સહયોગી બનેલ હતા.

આ સમગ્ર આયોજનમાં ફ્રી ગીફટ માટે આર્થીક સહયોગમાં રોટરી કલબ માંડવી સાથે પરેશ સોની, જય રાઠોડ, પ્રત્યેક્ષ પારેખ, હિતેશ સોમૈયા, મયુર પટેલ, પ્રતિક શાહ, ડાર્વિન ગોસ્વામી, હિતેશ ચાવડા, પર્યક જાની, હરીઓમ અબોટી, અમિષ સંઘવી, ડો. નિમિષભાઈ મહેતા, ડો. જોગેશભાઈ સચદે, ડો. ચિંતનભાઈ સચદે, ડો. જયેશભાઈ મકવાણા, ડો. જય મહેતા, યથાર્થ વાસાણી, મનોજ મામતોરા, નયન ચાવડા, હિતેશભાઈ ભટ્ટ, બિપીન ફોફન્ડી, ભાવિન ગણાત્રા, મહેશ રાબડીયા, હેમલ શાહ, મિતેશ ગાંધી, બિમલ સોની, દેવ રામજીયાણી, ઇશાન ઝ્ખીયા સહિતનાઓ તરફથી આર્થિક સહયોગ જાહેર કરવામાં આવેલ હતો.
ભેગા થયેલા દોરાઓના જથ્થાને ધ્યાનથી જોતા પ્લાસ્ટીક અને ચાઈનીઝ દોરાઓ વાપરવાની પાબંધી હોવા છતાં શહેરમાં વપરાતા નજરે પડેલ હતા તેવું આ સમગ્ર પ્રોજેકટના સ્વપ્ન દ્રષ્ટા જય રાઠોડે જણાવેલ હતું. વિવિધ સંસ્થાઓ ના અગ્રણીઓ દોરના વિશાળ જથ્થા ને જોવા આવેલ હતા અને પ્લાસ્ટીક અને ચાઈનીઝ દોરાઓ વપરાશ સામે ચિંતા વ્યક્ત કરેલ હતી સાથે સાયકલ ક્લબ અને રોટરીના આ અનોખા અભિયાનને કારણે કેટલાય પક્ષીઓના જીવ બચ્યા હશે, કેટલાય અકસ્માતો ઓછા થશે અને કેટલાય વડીલો ની પડતા-આખડતા બચ્યા હશે એવા કાર્યની સરાહના કરેલ હતી. મોટી સંખ્યામાં ભેગા થયેલા આ નકામા દોરાઓની ગુંચોનો મોશીન ગુલાણી, દેવજી મુળજી, દર્શન અને રાકેશ કાનજી સહયોગથી બાળીને નાશ કરવામાં આવેલ હતો.

