કેન્દ્રીય વિદ્યાલય ગોધરા ખાતે “પરિક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના ભાગરૂપે એક રસપ્રદ અને મનોરંજક નુક્કડ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું. આ નાટકનો મુખ્ય ઉદ્દેશ પરિક્ષાની તૈયારીમાં વિદ્યાર્થીઓ ને પરિપ્રેક્ષ્ય આપવાનો હતો અને તેમને તે અંગે જાગૃત કરવાનો હતો.
વિદ્યાર્થીઓએ નાટકમાં દર્શાવેલી પરિસ્થિતિઓ અને સંદેશાઓથી પ્રેરણા લઈ પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમને વધુ ગંભીરતાથી જોવા માટે ઉત્સુકતા દર્શાવી. નાટકના માધ્યમથી, શાળાએ વિદ્યાર્થીઓને જણાવવાનો પ્રયાસ કર્યો કે પરિક્ષા માટે દબાણ અને ચિંતાને કઈ રીતે ઘટાડવી અને કઈ રીતે સારું પરિણામ પ્રાપ્ત કરવું.
આ નાટક દ્વારા પરિક્ષા સંબંધિત ચિંતાઓ અને દબાણને હળવામાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. વિદ્યાલયના પ્રિન્સિપાલે કહ્યું, પરિક્ષા પે ચર્ચા જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બન્યા છે. જેનાથી તેઓ પોતાનું મનોબળ વધારી શકે છે અને શિક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નાટકનો આનંદ લીધો અને પરિક્ષાની તૈયારી માટે મદદરૂપ સૂચનો મેળવ્યા.

