Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સુરત પર પણ ભાજપનું ફોકસ -ભાજપના હિન્દી ભાષી નેતાઓે જ કેમ ગજવશે સભા

 સંકેત પંડ્યા – એડિટર

આજથી  ભાજપનો ઝંઝાવાતી પ્રચાર પુરજોશમાં થશે ત્યારે આજે પ્રથમ તબક્કાની 89 વિધાનસભાની બેઠકો પર પ્રચાર કરવામાં આવશે. 89 વિધાનસભાને તેમાં આવરી લેવામાં આવશે, ત્યારે 
આજથી ભાજપના સ્ટાર પ્રચારકો પ્રચારમાં જોડાશે. જેમાં સુરત પર ભાજપના હિન્દી ભાષી નેતાઓ સભા ગજવશે. સુરત પર આમ આદમી પાર્ટી જોર કરી રહી છે. આપ પાર્ટીના દિગ્ગજ કહેવાતા નેતાઓ પણ સુરતમાં પ્રચાર કરી રહ્યા છે. 

સુરતમાં હિન્દી ભાષી નેતાઓ વધુ અસર કરી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે જંગ શરૂ થતાં જ અન્ય રાજ્યોના મતદારોને રીઝવવા હિન્દી ભાષી નેતાઓને મેદાનમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે. ભારતીય જનતા પાર્ટી સુરત ઉપરાંત દક્ષિણચ ગુજરાત પર પણ ફોકસ કરી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું મુખ્ય શહેર સુરત છે જ્યાંથી રાજનીતિના પાસાઓ પલટી શકે છે. 

સુરત આપનું કેન્દ્ર બની શકે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે 27 સીટો કોર્પોરેશનમાં આપ પાર્ટીને મળી હતી તેને જોતા આપ પાર્ટીનો વિશ્વાસ સુરત પર વધ્યો છે. સુરત આગામી સમયમાં આપ પાર્ટીનું કેન્દ્ર બની રહ્યું છે જેને જોતા સુરત પર આપ પાર્ટી ફોકસ કરી રહી છે. સુરતથી સૌ કોઈનું ધ્યાન આપ પાર્ટી ખેંચવા માંગે છે. માટે આ વખતે પણ ઈટાલિયા સહીતના નેતાઓને ચૂંટણીમાં લડવા માટે ઉતાર્યા છે. 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નીતિન ગડકરી આગામી દિવસોમાં ભાજપ તરફથી પ્રચાર અભિયાનમાં જોડાશે આ સાથે શિવરાંજસિંહ ચૌહાણ પણ પ્રચારમાં ઉતરશે. આ સિવાય અન્ય  નેતાઓને પણ આ વિસ્તારમાં પ્રચાર માટે બોલાવવામાં આવશે. એ જ રીતે કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓ પણ તેમના હિન્દી ભાષી  નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલથી લઈને રાઘવ ચઢ્ઢા સહીતના નેતાઓ પણ પ્રચારમાં ઉતરશે.

Share

Related posts

દાહોદ જિલ્લા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પ્રભાબેન તાવીયાડનુ નામ જાહેર થતા ગુરુ ગોવિંદના શરણમા આવી આશીર્વાદ લીધા

gujaratjanekta

અમદાવાદ – ડ્રગ્સના દૂષણ સામે સિંધુભવન પર બની શકે છે નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન, અગાઉ કરાયો હતો સર્વે

Admin

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અને ગણેશ પંડાલ પ્રતિયોગીતા માટે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial