Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News સરકારી નોકરી/યોજનાઓ

જિલ્લાના ૧૮ થી ૩૨ વર્ષની વય ધરાવતાં પુરુષ અને મહિલા ઉમેદવારો માટે રોજગારી મેળવવાની તક

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને પોતાના અભ્યાસ પ્રમાણે રોજગારી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિયમિત રીતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે.

જે અંતર્ગત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા અનુબંધમ અને એન.સી.એસ. પોર્ટલના માધ્યમથી તા.૧૦/૦૧/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે સરકારી આઇ.ટી.આઇ., ગોધરા ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર અને એપ્રેંટિસ ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાનાર છે.
આ રોજગાર ભરતી મેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ, ડિપ્લોમા અને સ્નાતક (ગ્રેજ્યુએટ) ની લાયકાત ધરાવતા ૧૮ થી ૩૨ વર્ષની વયમાં આવતાં હોય તેવા તમામ રોજગાર વાંચ્છુક પુરૂષ અને મહિલા ઉમેદવારોને તેમના બાયોડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે રૂબરૂ હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા જિલ્લા વિનિમય રોજગાર કચેરી,પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે સરકારી આઇ.ટી.આઇ., ગોધરા ખાતે યોજાનાર રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતા કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ ઉમેદવારોની પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Share

Related posts

ઝાલોદ પોલીસે સીમેન્ટ ટેન્કર ની આડમા લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડયો ડ્રાઇવરની અટકાયત

gujaratjanekta

રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ (GFL) દ્વારા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ભવ્ય ઉજવણી

gujaratjanekta

લીમખેડાના તાલુકાના ભરવાડ ફળિયા લીમખેડાથી અંબાજી પગપાળા સંઘનું ભવ્ય પ્રસ્થાન.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial