Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ પરથી આદિવાસી સમાજની ઓળખની પ્રતિમા હટાવતા પૂર્વ કાઉન્સિલર દ્વારા વિરોધ કરાયો

પંકજ પંડિત

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ ખાતે નગરપાલિકા દ્વારા નગરના વિકાસના પ્રોજેક્ટ તેમજ નગરને વધુ સુંદર બનાવવા માટે વિવિધ સર્કલોનુ પુનઃ નવીનીકરણ તેમજ લાઈટો સાથે સજ્જ સુંદર બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહેલ છે. ઝાલોદ સ્વર્ણિમ સર્કલ ખાતે આદિવાસી ઓળખ અને સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રતિમા આવેલ હતી, હાલમાં સાંભળ્યા મળ્યા મુજબ સ્વર્ણિમ સર્કલ ખાતે આદિવાસી સમાજના ભગવાન એવા બીરસા મુંડાની પ્રતિમા મુકવામાં આવનાર છે.નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર લલકાભાઈ દ્વારા સ્વર્ણિમ સર્કલ પર થી આદિવાસી સમાજની પ્રતિમા હટાવવા માટે વિરોધ કરાયો હતો તેમજ તેઓ નગરપાલિકામાં આદિવાસી સમાજના પૂર્વ કાઉન્સિલર હોવા છતાંય આ સ્વર્ણિમ સર્કલના નવીનીકરણ અંગે તેઓને અને આદિવાસી સમાજને અંધારામાં રાખ્યા હોવાનું તેઓ જણાવે છે. પૂર્વ કાઉન્સિલર લલકાભાઈ નું કહેવું છે કે અહીંયા નગરપાલિકા દ્વારા નવીનીકરણ હેઠળ બીરસા મુંડાની પ્રતિમા મૂકે છે તેનો વિરોધ નથી પરંતુ આ સર્કલ પર આદિવાસી સમાજની ઓળખ સમા પ્રતિમાને જે તે સ્થાન પર રહેવા દઇ ભગવાન બીરસા મુંડાની પ્રતિમા અન્ય સર્કલ પર મૂકવામાં આવતું તો આદિવાસી સમાજનું ગૌરવ હજુ વધુ વધતું જેથી લલકાભાઈ નું કહેવું છે કે આદિવાસી સમાજની ઓળખ ધરાવતો ઝાલોદ તાલુકામાં આદિવાસી સંસ્કૃતિની ઓળખમા વધારો થવો જોઈએ જેથી આદિવાસી સમાજના લોકોમાં પોતાની સંસ્કૃતિ વધુ ઉજાગર થાય.

Share

Related posts

કોરોનાની દહેશત વચ્ચે વિદેશથી આવનાર લોકોનું થઈ રહ્યું છે સ્ક્રીનિંગ, અમદાવાદ એરપોર્ટ પર 33 હજાર પેસેન્જરોની અવર જવર

Admin

સીમળાઘસી ગામે 108 એમ્બ્યુલન્સની સમયસૂચકતા કારણે માતા અને નવજાતનું જીવન બચ્યું

gujaratjanekta

મુખ્યમંત્રી પટેલે સાબરમતી રિવફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2023નું કર્યું ઉદ્ઘાટન, જાણો મુખ્ય આકર્ષણો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial