Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News સ્પોર્ટસ

માંડવીમાં સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા નવનીત મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મધ્યે લોન ટેનિસ અને બેડમિન્ટનની ટુર્નામેન્ટ યોજાઈ

 

તરીખ 13, 14 અને 15 નવેમ્બર ના મેન્સ અને વુમન્સ ઇવેન્ટ અને તારીખ 20, 21 અને 22 નવેમ્બર ના જુનિયર ઇવેન્ટ એમ બે તબક્કામાં લોન ટેનિસ અને બેડમિન્ટનની ઓપન કચ્છ ટુર્નામેન્ટ નું આયોજન સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી ઉપર સ્પર્ધકો એ ભાગ લઈ મેદાનને જીવન ધબકારથી ગુંજતું કર્યું હતું. 

આ સ્પર્ધામાં લોન ટેનિસમાં અંડર 10, 12, 14, 16 બોયઝ કેટેગરીમાં વિજેતા અનુક્રમે સવ્ય આગરીયા, વ્યોમ ધોળું, આયુષ્ય દિવાન (14, 16) અને રનર્સઅપ અનુક્રમે સવીર આગરીયા, હેતરાજસિંહ ભટ્ટી, અયાઝ મેમણ, વત્સલ મહેતા થયા હતા. ગર્લ્સ અન્ડર 10 કેટેગરીમાં વિજેતા ઝારા ખોખરવાલા અને રનર્સઅપ જુહી કતીરા થયા હતા જ્યારે અન્ડર 12 ગર્લ્સ કેટેગરીમાં જુહી કતીરા વિનર અને ઝારા ખોખરવાલા રનર્સઅપ થઈ હતી. અંડર 14 બોયસ ડબલ્સ કેટેગરીમાં આયુષ્ય દિવાન અને હેત વોરા વિજેતા તથા આયાજ મેમણ અને રોનિત ઠક્કર રનર્સઅપ થયા હતા. લોન ટેનિસ અબવ 40 મેન્સ ડબલ્સ ઇવેન્ટ વિજેતા ડો.પરાગ મર્દાનિયા અને મેહુલ કોટક તથા રનર્સઅપ ડો.લાલજી વાઘજીયાણી અને દીપેન મહેતા, મેન્સ ઓપન ડબલ્સ કેટેગરી વિનર ઝૂબીન ઠક્કર હિમાંશુ જોષી અને રનર્સઅપ ડો. પરાગ મર્દાનિયા અને સાત્વિ મર્દાનિયા તથા મેન્સ ઓપન ઇવેન્ટમાં ચેમ્પિયન ઝુબીન ઠક્કર અને રનર્સઅપ સાત્વિ મર્દાનીયા રહ્યા હતા.

આજ રીતે બેડમિન્ટનના વિશાળ હોલમાં પ્રેક્ષકોની દાદ મેળવી સફળતા પ્રાપ્ત કરનાર અન્ડર 11, 15, 19 બોયઝ અને ગર્લ્સમાં વિજેતા અનુક્રમે રિષભ પટેલ, ધૈર્ય મીઠાવાલા, આકાશ યાદવ, હેતસ્વી સાતાપરા, યશ્વી ભટ્ટ રહ્યા જ્યારે રનર્સ અપ અનુક્રમે ધ્રુવ આહિર, ધાર્મિક ઠાકોર, ધૈર્ય મીઠાવાલા તથા ગર્લ્સમાં જીયા રામૈયા, કૃપા ભાનુશાલી રહ્યા હતા. મિક્સ ડબલ્સમાં માધવી જોશી અને ધૈર્ય મીઠાવાલા વિજેતા અને યશ્વી ભટ્ટ અને ડેનિસ ગોગરી રનર્સ અપ થયા હતા. મેન્સ ડબલ્સમાં વિજેતા સૌરવ ગુપ્તા અને અખિલ તથા રનર્સઅપ ગૌતમ સોની અને ડેનિસ ગોગરી, અબવ 40 માં વિજેતા કેપ્ટન અમિત સિંઘ અને નિતીન જોશી તથા રનર્સઅપ મનોજ સુબ્રમણ્યમ અને કામેશ રાઓ રહ્યા હતા.

આ સર્વે વિજેતાઓને એકેડેમીના ચેરમેન ડોક્ટર પરાગ મર્દાનિયા, ડોક્ટર લાલજી વાઘજીયાણી, ડોક્ટર ગોગરી સાહેબ, શિવજીભાઈ આહિર, લક્ષ્મીશંકર જોશી, અપર્ણાબેન વ્યાસ ના હસ્તે શીલ્ડ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સંસ્થાના કોચ અરવિંદ સંગાર માધવીબેને રેફ્રિ તરીકે સેવા આપી હતી, ભોજન ની વ્યવસ્થા આસુતોષ વ્યાસ તથા મંડપ વ્યવસ્થા જીગરભાઈ કોટકે સંભાળી હતી. ડોક્ટર પરાગ મર્દાનિયાએ ભાગ લેનાર સર્વે ખેલાડીઓ અને સ્પંદનની ટીમનો આભાર માન્યો હતો.

Share

Related posts

જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા ૩ માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક સ્કુલ,કોલેજ અને ઈન્સ્ટીટયુટમા રુબરુ મુલાકાત કરીને કેરીઅર કોર્નર અને વોકેશનલ ગાઈડન્સની કામગીરીની સમીક્ષા કરીને ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ અને કેરીઅર ટોક આપવામા આવ્યા.

gujaratjanekta

નાગરિકો રસીકરણ કરાવવા માંગે છે પરંતુ સરકાર પાસે હાલમાં સ્ટોક નથી .

Admin

BSNLના પુનરુત્થાન માટે રૂ. 1.64 લાખ કરોડના પેકેજને કેબિનેટે આપી મંજૂરી-જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial