Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રણામી સંપ્રદાય વારસોલાથી પન્ના ચાલતા સંઘનું દાહોદમાં અભિવાદન

શ્રીકૃષ્ણ પ્રણામી મંદિર વરસોલા થી પરમધામ પન્ના ચાલતો જતો સંઘ દાહોદ આવી પહોંચ્યો હતો શ્રી રાજ શ્યામાજી ટ્રસ્ટ દાહોદના પ્રમુખ શ્રીમતિ ચંદ્રકાંતાબેન ગોપાલભાઈ ધાનકા તેમજ દાહોદ ના સુંદર સાથ દ્વારા આ સંઘ નું દાહોદ ચામુંડા માતાજીના મંદિરે ગોધરા રોડ મુકામે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુંદરસાથ શ્રી કાળીદાસભાઈ એમ. પરમાર દ્વારા ભજન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ અન્ય સુંદરસાથ દ્વારા શ્રી રાજજી મહારાજની આરતી કરવામાં આવી હતી તે પછી ચાલતા સંઘમાં જોડાયેલ લગભગ 130 સસુંદરસાથે ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી અને લગભગ બે વાગયે સંઘ ચાલતો કતવારા તરફ રવાના થયો હતો આ પ્રસંગે શ્રી ગોપાલભાઈ પી. ધાનકા, કાલિદાસભાઈ પરમાર , નંદકિશોરભાઈ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ શ્રીમતી મણીબેન ધાનકા અને ખજાનચી નવીનભાઈ પરમાર તેમજ ટ્રસ્ટના મંત્રી ચેતન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

વડોદરાની શ્રી અંબે વિદ્યાલયમાં ધો-૧૦ ઇંગ્લિશ મિડીયમમાં ભણતી કુ. તસ્મહી શેઠ પ્રથમ આવીને સ્કૂલ તેમજ માબાપનું નામ રોશન કર્યું

gujaratjanekta

અધધ…₹ 4 કરોડના ખર્ચે નવું બસ ડેપો તો બન્યું પણ મુખ્ય દ્વારે S.T બસને થતા નુકશાન માટે જવાબદાર આખરે કોણ ? – જાણો વધુ

gujaratjanekta

એક બાજુ ચૂંટણીનો જોશ અને બીજી બાજુ મહુવામાં કોંગ્રેસના ઉમેદવારના કાર્યાલયનાં ઉદ્ધાટન વખતે મોટો બખેડો થયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial