Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર : હોસ્પિટલના ડોક્ટરનો લૂલો બચાવ – જાણો વધુ

 

પ્રાપ્ત માહીતી પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મૃત્યું મુદ્દે હોસ્પિટલનાં CEO ચિરાગ રાજપૂત મીડિયા સમક્ષ આવ્યા હતા. ચિરાગ રાજપૂતે જણાવ્યું હતું કે, 10 નવેમ્બરે બોરીસણામાં કેમ્પ કર્યો હોવાની વાત કરી હતી. તેમજ તેઓએ બચાવમાં કહ્યું હતું કે અનેક લોકોને કેમ્પનો લાભ આપ્યો છે. તેમજ 20 લોકો સ્વેચ્છાઓ સારવાર માટે આવ્યા હતા. રિપોર્ટ કરી તેમને એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી. ર્ડા. પ્રશાંત વજરાનીએ ઓપરેશન કર્યા હોવાની કબૂલાત કરી હતી. હજુ હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તપાસમાં સહકાર આપવા રટણ કર્યું હતું.

અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીનાં મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કેમ્પમાં 100 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. 20 જેટલા દર્દીઓને સારવાર માટે બોલાવ્યા હતા. મૃતકને અસારવા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. વીડિઓગ્રાફીથી પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. પીએમ રિપોર્ટ અને એક્સપર્ટનાં રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ હોસ્પિટલનાં ડોક્ટરની બેદરકારી ખુલશે તો ગુનો નોંધવામાં આવશે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી તાલુકાના બોરીસણા ગામે ફ્રી કેમ્પનું આયોજન કરાયું હતું. ગામમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતાં. જરૂરિયાત લોકો આ કેમ્પમાં ગયા હતાં. આ હોસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને તેઓના મા યોજનાનું કાર્ડ અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને આવતી કાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી તમને અમદાવાદ હોસ્પિટલ લઈ જઈશું, તેવું જણાવ્યું હતું. જે બાદ દર્દીઓને અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા.

Share

Related posts

શક્તિ સર્વધન 24 કુંડીયા ગાયત્રી મહાયજ્ઞ ફતેપુરા માં યજ્ઞમાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર અને ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા ઉપસ્થિત રહી મહાઆરતી નો લાહવો લીધો

gujaratjanekta

પીએમ 23મી એ આવશે વડોદરા, અત્યારથી વડોદરામાં નવલખી મેદાનમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે હેલીપેડ

Admin

દાહોદ તાલુકાના ખરોદા ગામ ખાતેમંત્રીએ.નારાયણસ્વામીનાં અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial