Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મને તમે નહીં સાહેબ બોલવાનું – પોલીસ સ્ટેશનમાં ખુરશીને લાત મારી ASI ને માર માર્યો !! -જાણો વધુ

પોલીસ ઉપર થતાં હુમલાની ઘટનાઓ એક પછી એક વધી રહીં છે ત્યારે વડોદરામાં કોર્ટમાંથી સમન્સ આપવા આવેલા શખ્સે પોલીસ સ્ટેશનની અંદરજ પોલીસ કર્મી ઉપર ઉશ્કેરાય માર માર્યો હોવાની ઘટના બનાવ પામી છે. પોલીસ કર્મીને માર મારતા તેઓના સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

બાપોદ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા ચાર વર્ષથી એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા હરીશભાઇ ગત રોજ પોતાની ફરજ પર હાજર હતા, ત્યારે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ નામદાર કોર્ટ તરફથી નિર્મલસિંહ ડોડીયા, કારેલીબાગ સ્થિત પાયલ એજન્સીના કલ્પેશ અધવર્યુંના નામનો બેલેબલ વોરંટ નેગોશિયલ એક્ટની કલમ 138 મુજબનો સમન્સ લઇને આવ્યાં હતા.

જેથી આ સમન્સ અંગે હરીશભાઇએ નિર્મલસિંહને જણાવ્યું કે, નિચે પી.એસ.ઓ પાસે દાખલ તારીખ નખાવી દો અને આ વોરંટની બજવણી બીજા માણસો કરે છે અને તેઓ સાંજે પાંચ વાગે આવશે અને તમે લોકરસક્ષક વિવેકગીરીને મળી લેજો તેમ કહેતા, તે એકદમથી ઉશ્કેલાઇ ગયો અને કહેવા લાગ્યો કે, અમે સરકારમાં ટેક્સ ભરીયે છીએ તો તેનાથી તમારા જેવા લુખા પોલીસવાળાના પગાર થાય છે. અને તારે મને તમે નહીં સાહેબ બોલવાનું, ત્યારબાદ ખુરશીને લાત મારી એ.એસ.આઇ હરીશભાઇને નિચે પાડી દેતા તેઓને મોઢા પર ફેટો મારી લાત મારી તેઓની ઉપર બેસી ગયો હતો. જેથી હરીશભાઇએ બુમાબુમ કરતા પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય પોલીસ કર્મીઓ દોડી આવી તેઓને છોડાવ્યાં હતા.

બનાવને પગલે એ.એસ.આઇને આંખે અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એ.એસ.આઇ બાપોદ પોલીસ સ્ટેશનમાં નિર્મલસિંહ ડોડીયા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી છે.!!

Share

Related posts

પોલીસ સામે કિન્નાખોરીના આક્ષેપ: વડોદરાના ગોત્રી રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, DySPના બે પુત્રો અને કારચાલક વચ્ચે મારામારી

Admin

તાલીમ શાળા પોલીસ હેડક્વાટર દાહોદ ખાતે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજ ખોરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

ચૈત્રી નવરાત્રીના તહેવારને અનુલક્ષીને પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે વધારાની ૬૦ એસ.ટી.બસોનું આયોજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial