Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

સુઝુકી મોટર્સ ગુજરાત પ્રા..લી. બેચરાજી અમદાવાદ દ્વારા ITI ગોધરા ખાતે અપ્રેન્ટીશ તથા FTC કેમ્પસ ડ્રાઈવ યોજાઈ

આજરોજ તા. ૧૮/૧૦/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે, સુઝુકી મોટર્સ ગુજરાત પ્રા.લી. બેચરાજી જી. અમદાવાદના પ્લાન્ટમાં અપ્રેન્ટીશ તથા FTC માટે એચ.આર. મેનેજરશ્રી તથા તેઓના પ્રતિનિધિશ્રી, દ્વારા આઈ.ટી.આઈ ગોધરા ખાતે કેમ્પસ ડ્રાઈવ યોજવામાં આવેલ હતો.

જેમાં મુખ્યત્વે આઈ.ટી.આઈના ફીટર, ઇલેક્ટ્રીશન,પેઈન્ટર,મશીનિષ્ટ,ટર્નર,ડીઝલ મિકેનિક, એમ.એમ.વી,પી.પી.ઓ.,આઈ.એમ જેવા ટ્રેડના જુના પાસ આઉટ થયેલ તાલીમાર્થીઓને સંસ્થાના આચાર્યશ્રીએ આઈ.ટી.આઈ તમામ તાલુકા, GIA/SF સંસ્થા તેમજ પંચમહાલના ફેસબુક પેજ, ઈન્સ્ટાગ્રામ પેજ થકી જાણ કરી હાજર રહેવા સૂચના આપેલ હતી. સદર ભરતી મેળાની જાણ તાલીમાર્થીઓના whatsapp ગ્રુપમાં સદરપત્રની જાણ કરી યોજવામાં આવેલ હતો. જેમાં કુલ ૭૬ તાલીમાર્થીનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતા.

આ ભરતીમેળામાં ૭૦ થી વધુ તાલીમાર્થીઓનું શોર્ટલીસ્ટ કરી ઈન્ટરવ્યુમાં ભાગ લીધેલ હતો. જેમાંથી મૌખિક ઇન્ટરવ્યૂ આપતા ૫૦ થી વધુ તાલીમાર્થીઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
આ ભરતીમેળામાં ગોધરા આઈ.ટી.આઈના આચાર્યશ્રી ડી.જે.વરમોરા સાહેબ, ફોરમેનશ્રી એપ્રેન્ટીસ એડવાઇઝર, સુ.ઈ.શ્રી દ્વારા એચ.આર.મેનેજરશ્રી મોનાક માલવ્યા તથા પ્રતિનિધિનું પુષ્પગુચ્થી સ્વગત કરેલ હતું. પ્લેસમેન્ટસેલના કો-ઓર્ડીનેટર દ્વારા ઈન્ટરવ્યું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. ત્યારબાદ સંસ્થાના આચાર્યશ્રી દ્વારા તાલીમાર્થીઓ ને હોમસીકનેસ છોડવી અને રોજગારી તરફ આગળ વધી કેરિયર તરફ ધ્યાન આપવુ અને યોગ્ય કારકિર્દી માટે માર્ગદર્શન પુરુ પાડી તાલીમાર્થીમાં પ્રોત્સાહન વધારીયું હતુ.

Share

Related posts

ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ યોજા

gujaratjanekta

સુરતમાં રૂ.65 લાખની કિંમતના 10 સોનાના બિસ્કીટની લૂંટ : IITમાં અભ્યાસ કરનાર સહિત 4 આરોપી વડોદરાથી ઝડપાયા

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન તેજ, સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial