પંકજ પંડિત
દશેરાના દિવસે ભારતીય સંસ્કૃતિની વીરતાને સાર્થક કરવાં હેતું શસ્ત્ર પૂજનની પણ મહિમા છેનગરના લોકોએ ફાફડા જલેબી ખાઈ ઉત્સવની મજા લીધી તેમજ નવાં વાહનની ખરીદી પણ જોવા મળીઅસત્ય પર સત્યની જીત તેમજ હર્ષ, ઉલ્લાસ અને વિજયનો તહેવાર છે.ભારતીય સંસ્કૃતિમાં વીરતા, શૂરવીરતા જાગે તે હેતુથી શસ્ત્ર પૂજનની પણ મહિમા છે. આજના યુગમાં દશેરાના ઉત્સવ નિમિત્તે મનાવીએ પોતાના અંદરના પાપ પર વિજય થવાના સંકલ્પ લેવા માટેનો છે. આજના યુગમાં માનવી લોભ. મોહ, કામ,ક્રોધ, ઇર્ષા ,અહંકાર ત્યાગે તો સાચા અર્થમાં દશેરાના તહેવારની ઉજવણી કરી કહેવાય. આજના દિવસે લોકો નવીન વાહનની ખરીદી કરે છે તેમજ નવો વ્યાપારની શરૂઆત માટે ઉત્તમ દિવસ ગણાય છે. જૂના જમાનામાં રાજા રજવાડાં દ્વારા દશેરાના દિવસે ધર્મ યુદ્ધની શરૂઆત કરી હોય તેવા ઘણા દ્રષ્ટાંત શાસ્ત્રોમાં જોવા મળે છે. તેથી ધર્મ યુદ્ધમાં જતા પહેલા શસ્ત્ર પૂજન પણ કરવામાં આવતું હતું. તેથી આજના દિવસે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. હિન્દુ સમાજના લોકોના લોહીમાં વીરતા ઉત્પન્ન થાય તે માટે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે.આજના દિવસે ભગવાન રામે અસત્યને સાથ આપનાર રાવણનો વધ કરેલ હતું તેથી આજના દિવસને વિજય સ્વરૂપે ઉજવવામાં આવે છે તેમજ આજના દિવસે જ માતા દુર્ગાએ નવ દિવસ સુધી યુદ્ધ કરી દશેરાના દિવસે જ મહિષાસુરનો વધ કર્યો હતો. તેથી હિન્દુ શાસ્ત્રમાં નવ દિવસ દુર્ગા સ્વરૂપ માઁ જગદંબાની આરાધના કરવામાં આવે છે.ઝાલોદ નગરમાં વિજયા દશમીના ઉત્સવ નિમિત્તે નગરજનો દ્વારા જલેબી ફાફડાની ખરીદી કરી તેની મજા માણી હતી તેમજ નવીન વાહન અને દુકાનોના મુહૂર્ત પણ કરવામાં આવેલ હતા. નગરપાલિકા દ્વારા ઝાલોદ નગરની કુળદેવી એવા ઝલાઇ માતાના મંદિર પાસે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ આયોજનમા રાવણ 45 ફૂટ ઉંચો, મેઘનાથ અને કુંભકર્ણની ઉંચાઈ 35 ફૂટ રાખવામાં આવી હતી. પાલિકા દ્વારા અસત્ય પર સત્યના વિજય સ્વરૂપે રાવણ દહન પ્રોગ્રામ સાથે ફટાકડાની ભવ્ય આતશબાજી પણ રાખવામાં આવી હતી. નગરના લોકો રાવણ દહનનો કાર્યક્રમ જોવા મોટા પ્રમાણમાં જતા હોય છે અને ઉત્સવનો આનંદ લેતા હોય છે. નગરની કુળદેવી ઝલાઇ માતાના મંદિરે પણ દર્શન કરવા નગરના લોકો મોટા પ્રમાણમાં જતા હોય છે તેથી ઝલાઇ માતા મંદિરે મેળાનો માહોલ સર્જાયેલ જોવા મળે હતો.ઝાલોદ નગરના પોલિસ સ્ટેશન ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવેલ હતું. સાથે સાથે પોલિસ તંત્ર દ્વારા દશેરા નિમિતે ઝલાઇ માતા મંદિર કોઈ ઘટના ન સર્જાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવેલ હતી.

