Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

સુરતમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો : જાણો કોના દ્વારા હત્યા કરવામાં આવી

 સંકેત પંડ્યા – એડિટર

  સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ સીતારામ નગર સોસાયટીમાં પતિ દ્વારા પત્ની પર તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી જે અંગે પુણા પોલીસે ગુનો નોંધી હત્યારા પતિને બાતમીના આધારે પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી

 સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે ત્યારે થોડાક દિવસો પહેલા સુરતના પુણા વિસ્તારમાં આવેલ સીતારામ નગર સોસાયટીમાં એક મહિલાની ઘરમાંથી શિક્ષણ હથિયારના ઘા મારેલી હાલતમાં લાશ મળી આવી હતી જેમાં પુણા પોલીસે મહિલાની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધ્યો હતો જે હત્યા ની તપાસમાં આરોપી ભાગી છુટ્યો હોય તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા 

જોકે પુણા પોલીસને બાતમી મળી હતી કે પુના વિસ્તારમાં હત્યા કરનાર આરોપી ફૂટપાથ પર બેસેલો છે જે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની પકડાયા બાદ તેની સઘન પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે મરનાર યુવતી તેની પત્ની થતી હતી જેમાં એક દિવસ પતિ બીમાર હોવાથી ઘરે આવ્યો હતો તેની સાથે ખાવા માટે ફ્રુટ લાવ્યો હતો જે ફ્રુટ પત્નીને સુધારવાનું કહેતા પત્નીએ જાતે સુધારીને ખાઈ લેવાનું જણાવ્યું હતું

 જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થતાં પતિએ ઘરમાં રહેલ કાતરથી પત્ની પર વારાફરતી અનેક ઘા મારી લોહી લોહી લુહાણ કરી દીધી હતી જેમાં પત્નીનો ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને આરોપી ભાગી છૂટ્યો હતો. ભાગીને આરોપી પ્રથમ સુરત થી અમદાવાદ થી મુંબઈ, લખનઉ, અયોધ્યા અને બનારસ તરફ છુપાતો રહેતો હતો ત્યારબાદ સુરત આવતા જ પુણા પોલીસે આરોપીને પકડી પાડી હત્યાનો ગુના નો ભેદ ઉકેલ કાઢ્યો હતો

Share

Related posts

અંગદાન_કાર્યકર્તા_સંમેલન_2024_ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેન્ક લી. (GSC Bank), અમદાવાદ ખાતે…

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા આકસ્મિક ચેકિંગ દરમ્યાન બે દુકાનો માંથી ચાઇનીઝ દોરા ઝડપાયા

gujaratjanekta

મારા કાર્યકરો કહેશે તો હું અન્ય કોઈ પક્ષમાંથી નહીં પરંતુ અપક્ષ તરીકે ચૂંટણી લડીશ – મધુ શ્રીવાસ્તવ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial